મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપર સ્ટેશન રોડેથી ૧૮ બોટલ દારૂ સાથે એકની ધરપકડ


SHARE







વાંકાનેરના ધમલપર સ્ટેશન રોડેથી ૧૮ બોટલ દારૂ સાથે એકની ધરપકડ

વાંકાનેર નજીક આવેલ ધમલપર સ્ટેશન રોડ ઉપરથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી ૧૮ બોટલ દારૂ મળી આવતા પોલીસે ૭૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર નજીક આવેલ ધમલપર સ્ટેશન રોડ ઉપરથી પસાર થયેલા એક શખ્સને રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ૧૮ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૨૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રવિભાઈ શંકરભાઈ કાંજીયા જાતે કોળી (૨૭) રહે. ધમલપર-૨ સ્ટેશન રોડ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તેની સામે પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

દેશી દારૂ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા શખ્સના ઘરમાં દારૂનો જથ્થો હોવા અંગેની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા વિપુલભાઈ ઉર્ફે ભૂરો દિનેશભાઈ મકવાણા જાતે કોળી રહે. કોળીવાસ જુનાદેવળીયા વાળાના ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લિટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી ત્યારે આરોપી હાજર ન હોય તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News