ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાહન ચોર સક્રિય !: મોરબીના અણીયારી ગામેથી બે બાઈકની ચોરી


SHARE











વાહન ચોર સક્રિય !: મોરબીના અણીયારી ગામેથી બે બાઈકની ચોરી

મોરબી તાલુકાના અણીયારી ગામેથી બે વ્યક્તિઓના બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા બંને વ્યક્તિઓ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની જુદી જુદી બે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા પ્રવીણભાઈ મનજીભાઈ લોરીયા જાતે પટેલ (૫૪)એ પોતાના ઘર પાસે શેરીમાં તેનું બાઈક નંબર જીજે ૩૬ એમ ૫૨૪૬ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે આવી જ રીતે અણીયારી ગામે દિનેશભાઈ પટેલની વાડીએ રહેતા સુકાભાઇ ભુદરિયાભાઈ વસુનિયા જાતે આદિવાસી (૩૪)એ અણીયારી ગામે પાધેડા નામની સીમમાં રોડ ઉપર તેનું બાઈક નંબર એમપી ૪૫ એમઆર ૮૪૫૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૪૦ હજારની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી આ બંને બાઈક ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે જે બંને ગુનાની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતો વિપુલ ચંદુભાઈ સાતોલિયા (૨૬) નામનો યુવાન ઘરે હતો ત્યારે કોઈ ઝેરી વસ્તુ પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રફુલભાઈ પરમાર ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ
મોરબીના ગાંધીનગર ગામે રહેતા રૂગનાથભાઈ આંબાભાઈ દલસાણીયા (૮૩) નામના વૃદ્ધ બાઈકમાં દીકરાની પાછળ બેસીને મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ સરદાર નગર સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી તેઓને ઈજા થઈ હતી માટે તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી






Latest News