ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર નજીક સીરામીક કારખાનામાં મશીનના પટ્ટામાં માથું આવી જવાથી યુવાનનું મોત


SHARE











વાંકાનેરના લુણસર નજીક સીરામીક કારખાનામાં મશીનના પટ્ટામાં માથું આવી જવાથી યુવાનનું મોત

વાંકાનેરના લુણસર પાસે આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન મશીનના પટ્ટામાં માથું આવી જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના બોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે, આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે તજવીજ હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લુણસર નજીક આવેલ બ્લીઝાર્ડ સીરામીક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ઉમેશ પંચુભાઈ અઘેરવાલ (૨૩) નામનો યુવાન કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો દરમ્યાન કોઈ કારણોસર મશીનના પટ્ટામાં તેનું માથું આવી જવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતો નીતિન જયંતીભાઈ સગારકા (૨૮) નામનો યુવાન મકનસર ગામ પાસે આવેલ એક્સલ સીરામીક સામેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેની બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઈજા થવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અમૃતબેન વિરજીભાઈ વિજવાડીયા. રતનભાઇ ચકુભાઈ ઝાપડા અને દયાબેન વાલજીભાઈ વિજવાડીયા ગામના ત્રણ વ્યક્તિઓને ઇજા થવાથી તે ત્રણેયને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News