માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના ખીજડીયા (રાજ) ગામે ચરિત્રની શંકા રાખીને મહિલા ઉપર તેના જ પતિનો ચપ્પા વડે હુમલો


SHARE











વાંકાનેરના ખીજડીયા (રાજ) ગામે ચરિત્રની શંકા રાખીને મહિલા ઉપર તેના જ પતિનો ચપ્પા વડે હુમલો

વાંકાનેર તાલુકાના ખીજડીયા (રાજ) ગામે રહેતી મહિલાના ચરિત્ર ઉપર શંકા કરીને તેના પતિએ તેની સાથે ઝઘડો કરીને ઝપાઝપી કરી હતી અને તેની પાસે રહેલ ચપ્પા વડે હુમલો કરીને મહિલાને ડાબા જડબામાં, ગળાની પાછળ અને ડાબા પડખામાં ઇજા કરી હતી અને ત્યારે તે મહિલાને બચાવવા તેની દીકરી વચ્ચે પડતા તેને પણ ગળાના ભાગે ચપ્પા વડે ઇજા કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં તેના પતિની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા (રાજ) ગામે રહેતા દયાબેન કમલેશભાઈ ગોગીયા જાતે અનુ. જાતિ (૪૦)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ કમલેશભાઈ ગોવિંદભાઈ ગોગિયા. રહે ખીજડીયા (રાજ) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિએ તેના ઉપર ચરિત્રની શંકા કરીને તેની સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ઝપાઝપીને પોતાની પાસે રહેલ ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ફરિયાદીને ડાબા હાથે, જડબામાં, ગળાની પાછળ અને ડાબી બાજુ પડખામાં ઇજા કરી હતી અને ત્યારે મહિલાને બચાવવા માટે તેને દીકરી વચ્ચે પડતા તેને પણ ગળાના ભાગે ચપ્પા વડે ઇજા કરી હતી અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News