મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નસીલી સિરપની આડમાં ચાલતા ગોરખધંધાના મૂળ સુધી પહોચી તમામ સામે આકરી કાર્યવાહી કરો: કિશોરભાઇ ચિખલિયા


SHARE







મોરબી જીલ્લામાં નસીલી સિરપની આડમાં ચાલતા ગોરખધંધાના મૂળ સુધી પહોચી તમામ સામે આકરી કાર્યવાહી કરો: કિશોરભાઇ ચિખલિયા

તાજેતરમાં મોરબીમાંથી ઝડપાયેલ નશીલી કફ સી૨૫ (માદક)ના જથ્થાને લઈને તેના મુળ સુધી તપાસ કરવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવેલ છે

હાલમાં મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં થોડા સમય પહેલા રંગપર ગામ પાસે આવેલ ગોડાઉનમાંથી ૯૦,૦૦૦ નશીલી કહ સી૨પની બોટલો પકડાયેલ હતી. ત્યારબાદ મોરબી પોલીસ દ્વારા મોરબીના મધ્યમાં આવેલ લાતી પ્લોટ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી ૧૦,૦૦૦ નશીલી કફ સી૨પની બોટલો પકડવામાં આવેલ છે. આમ, મોરબી જીલ્લાના જુદા જુદા વિસ્તારામાથા અન્ય માદક પદાર્થોના જેમ હવે નશીલી કફ સિરપના જથ્થા વારંવાર પકડાઈ રહ્યા છે. ત્યારે મોરબીનું યુવાધન બરબાદ ન થાય તે જોવાની જવાબદારી મોરબી પોલીસ ખાતાની છે. માટે મોરબી શહેર અને જીલ્લામાં નશીલી કફ સીરપના ધંધામાં સંડોવાયેલ વ્યકિત, ગ્રુપ કે પછી નશીલી કફ સીરપના ધંધામાં સંડોવાયેલ કે તેની હેરાફેરીમાં સંડોવાયેલ જે કોઈપણ વ્યક્તિ હોય તેને છોડવામાં ન આવે અને તટસ્થ તપાસ કરી તેના મુળ સુધી પહોંચી આવા ગોરખ ધંધો કરનારા તત્વો કે તેમાં સંડોવાયેલ કોઈ પણ આસામી સામે આકરા પગલા લેવામાં આવે તેવી માંગ મોરબીની જનતા વતી જીલલ કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં આવા નશીલા પદાર્થથી મોરબી શહેર કે જીલ્લાનું યુવાધન બરબાદ ન થાય તે માટે તાત્કાલીક ધોરણે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી એસપીને રજૂઆત કરેલ છે






Latest News