મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં આગ લાગતાં દાઝી ગયેલ પાંચ શ્રમિકો પૈકીનાં એકનું મોત


SHARE







વાંકાનેરના માટેલ રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં આગ લાગતાં દાઝી ગયેલ પાંચ શ્રમિકો પૈકીનાં એકનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં થોડા સમય પહેલા ગેસના બાટલામાં લીકેજ થવાના કારણે બંધ રૂમમાં ગેસ પ્રસરી ગયો હતો અને ત્યારબાદ લાઇટર કરતાની સાથે જ આગ લાગી હતી જે બનાવમાં કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાઝી ગયા હતા જેથી તેને સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન એક યુવાનનું મોત નીપજ્યું છે જે બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગત તા. ૯/૩ ના રોજ સવારે સાત વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ક્રેવીટા સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી અને જે ઘટનામાં કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાજી ગયા હતા જેથી કરીને દાઝી ગયેલ હાલતમાં તે તમામ વ્યક્તિઓને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન આશિષ પ્રેમલાલ બંજારા (૨૦) રહે. હાલ ક્રેવીટા સીરામીક લેબર કોલોની માટેલ મૂળ રહે જારખુરપા જિલ્લો નરસિંહપુર મધ્યપ્રદેશ વાળાનું મોત નિપજ્યું છે જે અંગેની રાજકોટની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે લેબર ક્વાર્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે મૃતક આશિષભાઈની સાથે રિતેશ ધર્મેન્દ્રભાઈ કુશવાહા (૨૨), રાહુલ સુમંત બંજારા (૧૮), વિકાસ પ્રેમકુમાર બંજારા (૨૨) અને લક્ષ્મણ વિષ્ણુ કહાર આમ કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાજીયા હતા જે પૈકીના એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જે અંગેની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News