મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના માનસર ગામે તલ ખાધા બાદ ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું પણ મોત: કુલ બે મોત થયા


SHARE







મોરબીના માનસર ગામે તલ ખાધા બાદ ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું પણ મોત: કુલ બે મોત થયા

મોરબી તાલુકાના માનસર ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા અને ત્યાં રહેતા પરિવારની મહિલા અને બાળકો રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાંથી તલ ભરેલી કોથળી મળી આવી હતી જે કોથળી ઘરે લાવીને તેમાંથી મહિલા અને બાળકોએ તલ ખાધા હતા જેથી કરીને ઝેરી અસર થતા ઉલટીઓ થવા લાગી હતી અને એક બાળકનું પહેલા મોત નિપજ્યુ હતું જો કે, મૃતક બાળકની માતા અને અન્ય એક બાળક સારવાર હેઠળ હતા જેમાંથી અગાઉ મૃત્યુ પામેલ બાળકની માતાનું પણ સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી કરીને આ ઘટનામાં કુલ મળીને બે વ્યક્તિના મોત થયેલ છે જેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગ પ્રમાણે મોરબી તાલુકાના માનસર ગામે રહેતાને ખેતીમાં મજૂરી કામ કરતા મહેશભાઈ ભાંભરના પત્ની સંગીતાબેન (૨૪) અને દીકરા કુલદીપ (૭) તેમજ મોનીત હિમેશભાઈ ઠાકરે (૮) એ તા. ૯/૩ ના રાતે ૮:૩૦ તલ ખાધા બાદ ઝેરી અસર થઈ હોવાથી તે તમામને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. દરમિયાન કુલદીપ મહેશભાઈ ભાંભર (૭) નામના બાળકનું પહેલા મોત નીપજ્યું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે અને પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ તા ૯/૩ ના રોજ સંગીતાબેન અને બાળક સહિતનાઓની સામે વાડીએથી પાછા ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાળા કલરનું ઝબલુ મળી આવ્યુ હતુ જેમાં સફેદ તલ ભરેલા હતા અને તે તલ સંગીતાબેન તેના દીકરા કુલદીપ અને મોનિત સહિતના પાંચેક વ્યક્તિઓએ ખાધા હતા જોકે બે વ્યક્તિઓને તલ તુરા લાગતા તેણે થુંકી નાખ્યા હોવાથી તેને ઝેરી અસર થઈ ન હતી જોકે સંગીતાબેન, કુલદીપ અને મોનિતે તલ ખાધા હતા અને તે તલ વાવણી કરવા માટેના દવાવાળા તલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું આ ઘટનામાં પહેલા કુલદીપ નામના બાળકનું મોત નીપજયું હતું જો કે, તા ૧૧/૩ ના રોજ સાંજે આઠ વાગ્યે સારવાર દરમ્યાન સંગીતાબેન મહેશભાઈ ભાંભર (૨૪)નું પણ મોત નીપજયું છે જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવમાં માતા-પુત્રનું મોત નોંધાયેલ છે






Latest News