મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

કેન્દ્ર સરકરે સીએએ લાગુ કરતાં મોરબી જીલ્લામાં રહેતા ૧૨૦૦ થી વધુ મૂળ પાકિસ્તાનીઓને આજે દિવાળી


SHARE











કેન્દ્ર સરકરે સીએએ લાગુ કરતાં મોરબી જીલ્લામાં રહેતા ૧૨૦૦ થી વધુ મૂળ પાકિસ્તાનીઓને આજે દિવાળી

પાકિસ્તાન દેશમાંથી છેલ્લા વર્ષોમાં છોડીને ઘણા હિંદુ પરિવારો ભારત દેશના જુદાજુદા રાજ્યોમાં સ્થાઈ થાય છે ત્યારે સીએએ બિલને લાગુ કરવામાં આવે તેની છેલ્લા ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તેવામાં કેન્દ્ર સરકાર દ્વારા ગઇકાલે દેશમાં સીએએ બિલને લાગુ કરવાની જાહેરાત કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી જિલ્લામાં નાની વાવડી સહિતના જુદાજુદા વિસ્તારમાં રહેતા ૧૨૦૦ જેટલા પાકિસ્તાની શરણાર્થીઓમા હર્ષની લાગણી જોવા મળી રહી છે અને તેઓને હવે ભારતીય નગરીત્વ મળશે તે માટે ભારત સરકારનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.

દુનિયામાં ભારતનો કટ્ટર દુશ્મન દેશ જો કોઈ હોય તો તે છે પાકિસ્તાન તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી તેમ છતાં મૂળ પાકિસ્તાનીઓને ભારત દેશમાં રહેવામાં માટેની સગવડો આપવામાં આવી રહી છે આ વાત સાંભળીને ચોકી જવાની જરૂર નથી કેમ કે, છેલ્લા વર્ષોમાં ઘણા પાકિસ્તાની હિંદુ પરિવારો પાકિસ્તાનથી સ્થળાંતર થઈને ભારત દેશના જુદાજુદા રાજ્યોમાં આવીને વસવાટ કરી રહ્યા છે અને ત્યારે ખેતી કામ તેમજ નાના મોટી દુકાનો કરીને તેમાંથી શાંતિપૂર્વક ધંધા રોજગાર મેળવી રહ્યા છે જો વાત કરીએ માત્ર મોરબી જીલ્લાની તો આજની તારીખે મોરબી જીલ્લામાં સો કે બસો નહિ પરંતુ ૧૨૦૦ થી વધુ મૂળ પાકિસ્તાની રહે છે અને સરકારે સીએએ ને લાગુ કરી દીધેલ છે ત્યારે મોરબી જીલ્લામાં રહેતા પાકિસ્તાનથી સ્થળાંતર થઈને આવેલા લોકોએ હર્ષની લાગણી વ્યક્ત કરેલ છે.
 

મોરબી જિલ્લાના નાની વાવડી ગામ સહિતના જુદાજુદા ગામોમાં ૧૨૦૦ જેટલા મૂળ પાકિસ્તાની નાગરિકો તેના પરિવાર સાથે રહે છે અને છેલ્લા ઘણા વર્ષોથી તે ભારતીય નાગરીકતાના સર્ટીફિકેટ લેવા માટે પ્રયાસો કરી રહ્યા હતા જો કે, પહેલા વર્ષો વીતી જાય તો પણ આ લોકોને ભારતીય નાગરીકતાના સર્ટીફિકેટ મળતા ન હતા જો કે, કેન્દ્રમાં ભાજપની  સરકાર બની અને દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી બન્યા પછી ધડોધડ જે રીતે કાયદામાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે તેનાથી લોકોને ઘણો ફાયદો થઈ રહ્યો છે જે લોકો વર્ષોથી પાકિસ્તાનથી મોરબી જીલ્લામાં આવીને સ્થાઈ થયેલા છે તે તમામ લોકોને ભારતીય નાગરીકતાના સર્ટીફિકેટ મેળવવા માટે હેરાન થવું પડતું હતું જો કે, હવે સીએએ લાગુ ઠાવથી તેઓને સરળતાથી ભારતીય નાગરીકતા મળી રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મૂળ પાકિસ્તાની અને હાલમાં મોરબીમાં રહેતા મહાતાબસિંગ સોઢાએ જણાવ્યુ હતું કે, જે લોકો અત્યારે મોરબી જિલ્લામાં કે ગુજરાતનાં જુદાજુદા જીલ્લામાં રહેતા હતા તે જયારે પાકિસ્તાનમાં રહેતા હતા ત્યારે ધંધા રોજગારમ ધર્મ કે પછી તેઓની બહેન દીકરીઓની સલામતી હતી નહિ જેથી તે લોકોને તેમની જન્મભૂમી છોડવી પડી છે જો કે, ગુજરાતમાં આવીને આજે જયારે સુખ અને શાંતિથી કોઇપણ પ્રકારના ભય વગર ધંધો કરી રહ્યા છે અને હવે કેન્દ્ર સરકારે સરળતાથી ભારતીય નાગરીકતા મળે તેવી વ્યવસ્થાના ભાગરૂપે સીએએ લાગુ કરેલ છે ત્યારે આજની તારીખે પાકિસ્તાનમાંથી ઘણા હિંદુ પરિવાર તેમની જન્મ ભૂમિ પાકિસ્તાનને છોડીને આવવા ઈચ્છી રહ્યા છે તેઓને હવે ભારત આવવા માટે મોકળું મેદાન થઈ ગયું છે.






Latest News