મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર ગામની સીમમાં પડતર દુકાનમાંથી ૫૬૪ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગર કોણ ?


SHARE







વાંકાનેરના રંગપર ગામની સીમમાં પડતર દુકાનમાંથી ૫૬૪ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગર કોણ ?

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં ખરાબમાં બનાવવામાં આવેલ દુકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૫૬૪ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨,૧૩,૯૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે જોકે પડતર પડેલી દુકાનમાં કોઈ અજાણ્ય શખ્સ દ્વારા દારૂનો જથ્થો મૂકવામાં આવ્યો હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવતા અજાણ્યા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર ચોટીલા હાઈવે રોડ ઉપર આવેલ એક્યુવેટ પ્લાસ્ટ કારખાના સામે ભરતભાઈ વીરાભાઇ સોનારાની રંગપર ગામની સીમમાં ખરાબમાં બનાવવામાં આવેલ પડતર દુકાનને ચેક કરવામાં આવી હતી ત્યારે તે પડતર દુકાનમાંથી દારૂની ૫૬૪ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨,૧૩,૯૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ પડતર દુકાનની અંદર દારૂનો જથ્થો મૂકવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે હાલમાં ગુનો નોંધીને પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

દેશી દારૂ

ટંકારા તાલુકાના નસીતપર ગામે અશોકસિંહ ઝાલાની વાડીએ ઓરડીમાં એલસીબીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૧૬ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૩૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી અનિલભાઈ ગોવિંદભાઈ મકવાણા (૪૦) રહે. વીસીપરા કુલીનગર-૧ મોરબી તેમજ જુવાન અમરસિંગ રાઠવા (૨૬) રહે. નસીતપર અશોકસિંહ ઝાલાની વાડીએ ટંકારા મૂળ રહે. છોટાઉદેપુર વાળાની સ્થળ ઉપરથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જોકે અશોકસિંહ હનુભા ઝાલા રહે. નસીતપર અને સલીમ જુમાભાઈ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન મસ્જિદની બાજુમાં મોરબી વાળા હાજર ન હોવાથી તેને પકડવા માટે ટંકારા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News