મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

હળવદમાં ટેલીફોન એક્સચેન્જ પાસે પાર્ક કરેલા ૧૦ લાખના ટ્રકની ચોરી


SHARE







હળવદમાં ટેલીફોન એક્સચેન્જ પાસે પાર્ક કરેલા ૧૦ લાખના ટ્રકની ચોરી

હળવદમાં આવેલ ટેલીફોન એક્સચેન્જ પાસે યુવાને તેનો ટ્રક પાર્ક કરીને મૂક્યો હતો અને તે દસ લાખ રૂપિયાની કિંમતના ટ્રકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા ભીમાભાઇ કાળુભાઈ ગમારા જાતે ભરવાડ (૩૯) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદમાં આવેલ ટેલીફોન એક્સચેન્જ પાસે તેણે ટાટા કંપનીનો ટ્રક નંબર જીજે ૧૦ એક્સ ૫૪૬૫ પાર્ક કરીને મૂક્યો હતો જે ટ્રકની કિંમત દસ લાખ રૂપિયા છે અને તે ટ્રકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. કે.એન. જેઠવા ચલાવી રહ્યા છે






Latest News