ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

લાલબતી: મોરબીમાં પ્રેમીને મળવા રાતે ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ


SHARE











લાલબતી: મોરબીમાં પ્રેમીને મળવા રાતે ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું પરિવાર સાથે અભયમની ટીમે મિલન કરાવ્યુ

માતા-પિતાની જાણ બહાર મધ્ય રાત્રિએ નીકળી ગયેલ કિશોરી નું પરિવાર સાથે મિલન કરાવતી મોરબી ૧૮૧ અભયમ ટીમ, મહિલાઓ ની મદદ માટે સતત રાત-દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે

ગત તા. ૭/૩ ના રોજ વહેલી સવારે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી કિશોરી મોરબી લાલપર ગામે રોડ પર ૦૨ કલાક થી આમ તેમ આંટા ફેરા કરે છે તેમજ તેઓ મુજાયેલ હોય તેવું લાગે છે અને ખૂબ જ ગભરાયેલા છે ત્યાંના લોકોએ પુછપરછ કરી પરંતુ કિશોરી કાંઈ પણ કહેતી નથી અને કાંઈ પણ બોલતી નથી અને ખૂબ જ રડે છે અને કિશોરી ચિંતામાં છે તેથી તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની જરૂર છે.જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સિલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ રીટાબેન પરમાર તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતાં કિશોરી ને ત્યાં ના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ કિશોરી ને સાંત્વના આપી અને   પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

ત્યારબાદ કિશોરીનું કાઉન્સિલીગ કરતા તેમણે જણાવેલ કે તેમને એક મધ્યમપ્રદેશના એક પુરુષ સાથે છેલ્લા બે મહિનાથી પ્રેમ સંબંધ છે તે પુરુષ કિશોરીને ફોન કરીને મધ્યપ્રદેશ મળવા માટે બોલાવતા હોય કિશોરી તેમની બહેનપણીના ફોનમાંથી તે યુવક સાથે વાતચીત કરતી હોય કિશોરી પાસે ફોન ન હોય તેથી ક્યાં જવું, શું કરવું, કેવી રીતે જવું, ક્યાંથી જવું, બસ કેવી રીતે મળશે, કેટલા ટાઈમે બસ મળશે, ક્યાંથી ટ્રેન મળશે, બસમાં જવુ કે ટ્રેનમાં જવુ તેવા અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કિશોરી મુજાયેલી હાલતમાં હતી.ત્યારબાદ ૧૮૧ ટીમે કિશોરીને મધ્ય રાત્રિએ આવી રીતે ક્યારેય પણ ઘરેથી નીકળી ન જવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી હતી.

ત્યારબાદ તેમના માતા પિતા નું સરનામું પુછેલ અને તેમના પરિવાર નો કોન્ટેક્ટ નંબર મેળવેલ તેમજ ચોક્કસ માહિતી મેળવવા માટે આધાર પુરાવા માંગેલ પુરાવા યોગ્ય લાગતા પિતા સાથે વાતચીત કરેલ અને તેમના ઘરે ગયેલા બાદમાં કિશોરી એ જણાવેલ કે તેમના પિતા દરજીકામ કરે છે અને તેમના માતા ઘરકામ કરે છે તેમજ કિશોરી ને એક ભાઈ છે કિશોરી ના પરિવારે જણાવેલ કે આજથી એક મહિના પહેલાં તે યુવક સાથે ફોન માં વાત કરતી હોય તેવી ખબર પડી તે દિવસ થી ફોન આપતા નથી તેથી ઘરમાં બધા સાથે ગેરવર્તન કરે છે અને તેની બહેનપણી ના ફોન માંથી વાત કરે છે તેમના પરિવારે જણાવેલ કે અમારી જાણબહાર તેમની દિકરી ઘરેથી કોઈ ને પણ કહ્યા વગર નીકળી ગયેલ અને અમને ખબર પણ નથી.ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરી  અને તેમના પરિવારજનોનું કાઉન્સિલિંગ કરી અને કિશોરીને પરિજનોને સોંપી હતી.






Latest News