મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

રાજકોટથી કુલદેવીના દર્શન કરવા આવેલા આધેડ વેપારીનું માટેલિયા ધરામાં ડૂબી જવાથી મોત


SHARE





રાજકોટથી કુલદેવીના દર્શન કરવા આવેલા આધેડ વેપારીનું માટેલિયા ધરામાં ડૂબી જવાથી મોત

રાજકોટની હરિ દર્શન સોસાયટીમાંથી બે દિવસ પહેલા ઘરે કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલા આધેડની વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ગામે માટેલિયા ધરામાંથી લાશ મળી આવી હતી જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરતાં પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ તેઓના કુળદેવી ખોડીયાર માતાજી હોય ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા અને પગ લપસતા તેઓ ધરામાં પડી જવાથી તેમનું મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું છે તે અંગેની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ માટેલ ગામે ખોડીયાર માતાજીના મંદિર સામે આવેલ માટેલિયા ધરામાંથી રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ હરિ દર્શન સોસાયટીમાં રહેતા વેપારી બીપીનભાઈ કરમશીભાઈ પીપળીયા જાતે પટેલ (૫૫)નો મૃતદેહ ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને વાંકાનેરની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ અંગેની જાણ વાંકાનેર તાલુક પોલીસને કરવામાં આવી હતી જેથી આગળ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જે.જી. ઝાલા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે બીપીનભાઈ પીપળીયા બે દિવસ પહેલા પોતાના ઘરેથી કોઈને કશું કર્યા વગર નીકળી ગયા હતા જોકે વઘાસીયા ટોલનાકા પાસે ફસ્ટેગમાં તેનો ગાડી પસાર થઈ હતી અને તેના રૂપિયા કપાયાનો મેસેજ તેના દીકરાં મોબાઇલમાં આવ્યો હતો જેથી કરીને તેના પિતા ગાડી લઈને વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ તેઓના કુળદેવી ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવામાં આવ્યા હોય તેવું સામે આવ્યુ હતું અને મૃતક બીપીનભાઈ પીપળીયા અવાર નવાર તેઓના કુળદેવીના દર્શને આવતા હોય છે તેવું તેના પરિવારજનોએ જણાવ્યુ છે અને ધરા પાસે કોઈ કારણસર અકસ્માતે તેઓનો પગ લપસતા તેઓ માટેલિયા ધરામાં પડી ગયા હોય જેથી તેમનું મોત થયું હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીમાં આવેલ મકરાણીવાસમાં રહેતા સમશાદબેન રફિકભાઈ મકરાણી (૩૦) નામની મહિલાને તેના પતિ દ્વારા ઘરે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે




Latest News