મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે નિરાધાર બાળકો માટે બાળસંભાળ ગૃહની સ્થાપના કરાઇ


SHARE







મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે નિરાધાર બાળકો માટે બાળસંભાળ ગૃહની સ્થાપના કરાઇ

મોરબી જીલ્લાના બેલા ગામ પાસે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામમાં બાળસંભાળ ગૃહની સ્થાપના કરવામાં આવેલ છે અને આ સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા બાળકોની અઢાર વર્ષ સુધીની જવાબદારી નિભાવવામાં આવશે.

મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે ખોખરા હનુમાન હરિહર ધામ આવેલ છે તેના પરિસરમાં મહા મંડલેશ્વર કનકેશ્વરી દેવી દ્વારા નિરાશ્રિત બાળકોના ઉછેર માટે બાળસંભાળ ગૃહની માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલ છે. મોરબી જીલ્લાના એવા કોઈ પણ બાળકો કે, જેને જવાબદારી પૂર્વક સંભાળનાર ન હોય તેના ઉછેરની સંપૂર્ણ વ્યવસ્થા, નિવાસ, ભોજન, અભ્યાસ વગેરે જેવી સુવિધાયુક્ત બાળસંભાળ ગૃહ, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત સદ્વગુરુ વાત્સલ્ય વાટીકાશરૂ કરવામાં આવેલ છે. આ સંસ્થા દ્વારા આવા બાળકો માટે વિનામુલ્યે સર્વાંગી વિકાસના હેતુથી સંસ્થાને શરૂ કરવામાં આવી છે અને ત્યાં આવા 0 થી ૧૮ વર્ષ સુધીના બાળકોની જવાબદારી સંસ્થા દ્વારા નિભાવવામાં આવશે. જે સમાજ સુરક્ષા વિભાગ તથા બાળસુરક્ષા વિભાગના બાળકિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ ના માપદંડ મુજબ ચલાવવામાં આવશે. મોરબી જીલ્લાના સમાજ સેવી નાગરિકોને વિશેષ માહિતી માટે આશ્રમના કાર્યાલય ખાતે અથવા તો મોબાઈલ નં. ૯૯૦૪૯૫૫૫૫૨ અને ૯૮૯૮૨ ૫૫૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News