મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના ગોકુલ નગરમાં વેપારીના બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની ચોરી


SHARE







વાંકાનેરના ગોકુલ નગરમાં વેપારીના બંધ મકાનને નિશાન બનાવીને ૧.૮૦ લાખની ચોરી

વાંકાનેરમાં આવેલ ગોકુલ નગરમાં રહેતા યુવાનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેના મકાનના દરવાજાના નકુચાના તાળા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાર બાદ તિજોરીનું તાળું તોડીને તેમાંથી રોકડા રૂપિયા ૧.૮૦ લાખની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ ગોકુલ નગરમાં રહેતા રવિભાઈ બળવંતરાય ચૌહાણ જાતે વાઢારા (૩૩)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૨૩/૨ ના સાંજના ૭:૩૦ થી બીજા દિવસે સવારે ૭:૦૦ વાગ્યા સુધી તેઓનું મકાન બંધ હતું ત્યારે બંધ મકાનને અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને મકાનના મેઇન દરવાજાના નકુચાને તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ તિજોરીના તાળા તોડીને તિજોરીમાં રાખવામાં આવેલા રોકડા રૂપિયા ૧.૮૦ લાખની ચોરી કરેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા વેપારી યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News