મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

હળવદ નજીક હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ: ટ્રકમાંથી ૧૧ લાખથી વધુની કિંમતનો દારૂ-બિયર પકડ્યો


SHARE











હળવદ નજીક હોટલના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ: ટ્રકમાંથી ૧૧ લાખથી વધુની કિંમતનો દારૂ-બિયર પકડ્યો

ગુજરાતનાં જુદાજુદા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દ્વારા સફળ રેડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લાના હળવદ અમદાવાદ હાઇવે ઉપર સુખપર ગામ પાસે સફળ રેડ કરવામાં આવી છે અને ત્યાં આવેલ હોટલ રામદેવના પાર્કિંગમાંથી દારૂ અને બિયરનો જથ્થો ભરેલ ટ્રકને પકડવામાં આવેલ છે અને ૧૧ લાખથી વધુની કિંમતના દારૂ અને બિયર સાથે હાલમાં એક શખ્સને ઝડપી લેવામાં આવેલ છે અને કુલ મળીને ૨૬.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ડીઝલ ચોરી કરવામાં આવતી હતી જેમાં પોલીસ કર્મચારીની પણ સંડોવણી સામે આવી હતી તે સફળ રેડ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા કરવામાં આવી હતી ત્યાર બાદ ગઇકાલે રાતના સમયે અમદાવાદ હળવદ હાઇવે ઉપર આવેલ સુખપુર ગામ પાસે આવેલ હોટલ રામદેવના પાર્કિંગમાં દારૂ અને બિયરનો જથ્થો ભરેલા ટ્રકને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા પકડવામાં આવેલ છે વધુમાં મળી રહેલ માહિતી મુજબ રેડ કરવામાં આવી ત્યારે એમપી ૪૫ ઝેડડી ૯૨૫૦ નંબરના ટ્રકમાંથી ૧૧.૦૪ લાખની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવેલ છે જેથી કરીને સ્થળ ઉપરથી ટ્રકના ડ્રાઈવર આરોપી અનિલ મંગુભાઇ મેડા રહે. નાની પીટોલ મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરેલ છે અને દારૂ, બિયર, ટ્રક, રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ મળીને ૨૬.૧૦ લાખનો મુદામાલ કબજે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે

હાલમાં સુખપર ગામ પાસે હોટલના પાર્કિંગમાંથી દારૂ અને બિયર ભરેલા ટ્રકની સાથે પકડાયેલા શખ્સની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આરોપી અનિલ મંગુભાઇ મેડાએ મધ્યપ્રદેશ સેન્જલીના મહેશ નિનામાં અને કૈલાશભાઈ સનાભાઈના નામ આવેલ છે જેથી કરીને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હળવદ પોલીસ સ્ટેશને દારૂ મંગાવનાર અને મોકલનાર તેમજ તપાસમાં જે નામ ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવેલ છે અને છેલ્લા થોડા દિવસોમાં મોરબી જીલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દ્વારા બીજી સફળ રેડ કરવામાં આવી છે જેથી કરીને મોરબી જીલ્લામાં પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી






Latest News