મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં સામેથી ભટકાયેલા શખ્સને કેમ દેખાતુ નથી કહેતા યુવાનને લાફા ઝીકિને છરીનો ઘા માર્યો


SHARE







મોરબીમાં સામેથી ભટકાયેલા શખ્સને કેમ દેખાતુ નથી કહેતા યુવાનને લાફા ઝીકિને છરીનો ઘા માર્યો

મોરબીના ભડીયાદ ગામે રામપિરના ઢોરે પાણીના ટાંકા પાસેથી જતાં યુવાનની સાથે ભટકાયેલા શખ્સને “કેમ દેખાતુ નથી” તેવું યુવાને કહેત ઉશ્કેરાયેલા શખ્સે ટેન ઝપાટો મારી હતી અને બીજા શખ્સે ત્યાં આવીને છરીનો પેટના ભાગે ઘા ઝીકિ દીધો હતો જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને તેને હાલમાં બે શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરી છે જેથી કરીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલ ઓપેરા કારખાનાની ઓરડીમાં ભડીયાદ ગામમાં આવેલ રામાપીરના ઢોરા સામે રહેતા મુળ ઓરિસ્સાના નાઉસાહી ગામના રાજુભાઈ સાયબભાઈ ખાન જાતે મુસ્લીમ (ઉ.૪૧) એ હાલમાં જયુભા તથા લાલાભાઇ રહે. બન્ને ભડીયાદ રામાપીરના ઢોરા વાળાની સામે છરી વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેભડીયાદ ગામે રામપિરના ઢોરે પાણીના ટાંકા પાસેથી તે જતો હતો ત્યારે આરોપી જયુભા તેની સાથે ભટકાયા હતા જેથી તેને “કેમ દેખાતુ નથી” તેમ કહ્યું હતું જેથી આરોપી જયુભાએ યુવાનને ગાળો આપી બે થી ત્રણ ઝાપટ મારેલ હતી અને ત્યારે આરોપી લાલાભાઇએ આવી પોતાના નેફામાંથી છરી કાઢી તેને પેટના ભાગે ડાબીબાજુ છરીનો ઘા મારી દીધો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત રાજુભાઇને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને તેને હાલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કરેલ છે






Latest News