મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં મારામારીના ચાર બનાવોમાં ઈજાગ્રસ્તો સારવારમાં


SHARE











મોરબીમાં મારામારીના ચાર બનાવોમાં ઈજાગ્રસ્તો સારવારમાં

મોરબીના જુદા જુદા ચાર વિસ્તારોમાં થયેલ મારામારીના બનાવોમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હોવાનું પોલીસમાંથી જાણવા મળેલ છે.

જેમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી સાત હનુમાન સોસાયટી વિસ્તારમાં રહેતા આદિત્ય અરૂણભાઈ હરિયાણી નામના ૩૩ વર્ષના યુવાનને ત્રણ-ચાર લોકો દ્રારા લાકડી-ધોકા અને છરી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.આ બનાવ મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે બન્યો હતો.જે અંગે હોસ્પિટલેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ બનાવ સંદર્ભે આગળની તપાસ માટે તાલુકા પોલીસમાં જાણ કરાઈ હતી જેથી તાલુકા પોલીસ મેથકના જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.તેમજ મારામારીનો બીજો બનાવ મોરબીના હરીપર (કેરાળા) ગામે આવેલ પટેલ કોલ નામના કારખાનામાં બન્યો હતો.જેમાં મારામારીના બનાવમાં ઈજા થતાં આદિત્યરામ પ્રતાપસિંહ યાદવ (ઉમર ૨૫) રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ મહારાણા પ્રતાપ સર્કલ નજીક સામાકાંઠે મોરબી-૨ ને ઇજાઓ પહોંચી હતી.ગત તા.૧૮-૨ ના સાંજના ૬:૩૦ વાગ્યાના અરસામાં બનેલ આ મારામારીના બનાવ સંદર્ભે સારવારમાં ખસેડાયેલા આદિત્યરામ યાદવની સારવાર કરવામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલ તરફથી આ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાઈ હતી જેથી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા મારામારીના કારણ અંગે આગળની તપાસ શરૂ કરાય છે.

જ્યારે મારામારીનો ત્રીજો બનાવ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં બન્યો હતો જ્યાં સરમરીયા દાદાના મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં જુનૈદ ગુલામહુસેન પીલુડિયા (૩૦) રહે.મહેન્દ્રપરા મોરબી ને ઇજાઓ પહોંચી હતી.મોડી રાત્રીના એકાદ વાગ્યે થયેલ આ મારામારીમાં ઇજાગ્રસ્ત જુનૈદ પીલુડીયાને સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ આ અંગે બી ડિવિઝનમાં જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદિયા દ્વારા મારામારીના કારણ અંગે તપાસ શરૂ કરાયેલ છે.મારામારીનો ચોથો બનાવ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે બન્યો હતો જ્યાં લાલપર પાવર હાઉસની પાસે રહેતા ઝુમકાબેન બચુભાઈ મૈડા નામની ૩૨ વર્ષના મહિલાને તેના દિયર દ્વારા માર મારવામાં આવતા તેણીને પણ સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.જે સંદર્ભે જાણ થતાં તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરાઈ હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના આંદરણા ગામ પાસે આવેલા સિલોન સીરામીક નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતો રવિકાંત શાકિલચંદ કુશ્વાહ નામનો ૩૫ વર્ષનો યુવાન આંદરણા ગામની ચોકડી પાસેથી જતો હતો ત્યારે તા.૮-૨ ના રાત્રિના ૧૦:૩૦ વાગ્યાના અરસામાં અજાણ્યા પીકઅપ વાહનના ચાલાકે તેને ઠોકર મારી હતી જેથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે અંગે હોસ્પિટલેથી આવેલી યાદીને આધારે સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરએ તપાસ કરી હતી.તેમજ ધાંગધ્રાના કંકાવટી ગામે રામજી મંદિર પાસે રહેતા નસીમબેન અબ્બાસભાઈ ઘાંચી નામના ૫૬ વર્ષના આધેડ મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં મોરબીની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ અંગે બી ડિવિઝનને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ તપાસ કરી હતી.






Latest News