મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી: ગટરની સફાઈ કરતા કર્મીઓને રાજ્ય સરકાર દ્વારા ૫૦૦૦૦ ની મર્યાદામાં સહાય


SHARE







મોરબી: ગટરની સફાઈ કરતા કર્મીઓને રાજ્ય સરકાર દ્વારા ૫૦૦૦૦ ની મર્યાદામાં સહાય

ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયત વિસ્તારમાં છૂટક ગટર સફાઈનું કામ કરતા રોજમદાર સફાઈકર્મીઓને તેમનું કાર્ય સરળ બનાવવા તેમજ આર્થિક સહાય આપવાના ઉદેશ્ય સાથે જરૂરી ઉપકરણો અને સલામતિના સાધનો જેવાકે ગટરની સફાઈ કરવા માટે જરૂરી ડિઝલ મશીન, લોડીંગ સાઈકલ, પાઈપ તેમજ સલામતીનાં સાધનોની ખરીદી કરવા માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.જે અંતર્ગત મહત્તમ રૂા.૫૦,૦૦૦ ની મર્યાદામાં રાજ્યના લાભાર્થીઓને કોમ્યુટરાઈઝ ડ્રો સીસ્ટમથી સહાય આપવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

મોરબી જિલ્લામાં લાયકાત ધરાવતા સફાઈ કામદારો તારીખ: તા.૨૯/૨/૨૪ સુધીમાં નિગમની વેબસાઈટ https://gskvnonline.gujarat.gov.in ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી મંજુર થયા બાદ અરજદારે અરજી ફોર્મની પ્રિન્ટ જરૂરી આધાર- પુરાવા સહિત જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામકની કચેરી રૂમ નં.૪૬/૪૭, જિલ્લા સેવા સદન શોભેશ્વર રોડ, મોરબી ખાતે તા.૬/૩/૨૪ નાં રોજ સાંજે ૬ કલાક સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે વેબસાઈટની મુલાકાત લેવા અથવા કચેરી સમય દરમ્યાન કચેરીનો સંપર્ક કરવા, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને જિલ્લા નાયબ નિયામક (અ.જા.ક) મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News