મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં છરી-ધારિયા વડે સામસામે મારામારી: ત્રણ પૈકીનાં બે ઇજાગ્રસ્તો રાજકોટ સારવારમાં


SHARE







મોરબીમાં છરી-ધારિયા વડે સામસામે મારામારી: ત્રણ પૈકીનાં બે ઇજાગ્રસ્તો રાજકોટ સારવારમાં

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાછળ શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં છરી અને ધાર્યા વડે એકબીજા ઉપર હુમલા કરવામાં આવ્યા હતા જેથી કરીને કુલ મળીને ત્રણ વ્યક્તિઓ ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બે વ્યક્તિઓને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને મારામારીના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવા આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શોભેસ્વર રોડ ઉપર કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ મફતિયાપરા વિસ્તારમાં ગતરાત્રિના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં રાજુ જીવાભાઇ સોલંકી (૩૨), કનુભાઈ વાલજીભાઈ વાઘેલા (૨૨) અને વાલજીભાઈ સવજીભાઈ વાઘેલા (૪૫) નામના ત્રણ વ્યક્તિઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજુભાઈ જીવાભાઇ સોલંકી અને કનુભાઈ વાલજીભાઈ સોલંકી નામના બે યુવાનોને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ વિજયભાઈ મિયાત્રા ચલાવી રહ્યા છે અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરા વિસ્તારમાં રાજુભાઈ અને કનુભાઈના ઘર બાજુ બાજુમાં છે અને ત્યાં જ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કનુભાઈને પડખાના ભાગે છરીનો ઘા ઝીકવામાં આવેલ છે અને સામા પક્ષે રાજુભાઈને માથાના ભાગે ધારિયા વડે ગંભીએ ઇજા થઈ હોય તેઓને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે જોકે મારા મારી કયા કારણોસર થઈ હતી તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે

ફિનાઈલ પીધી

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા હસમુખભાઈ જગદીશભાઇ કાટિયા (૩૦) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવા આવી હતી ઘર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એ.આર. સરાદિયા ચલાવી રહ્યા છે






Latest News