મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા
Breaking news
Morbi Today

મોરબી: અગાઉ અકસ્માતના લીધે વાહનમાં થયેલ નુકશાનીના રૂપિયા માંગીને યુવાનને માર માર્યો: મારી નાંખવાની ધમકી


SHARE











મોરબી: અગાઉ અકસ્માતના લીધે વાહનમાં થયેલ નુકશાનીના રૂપિયા માંગીને યુવાનને માર માર્યો: મારી નાંખવાની ધમકી

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતો યુવાન તેના મિત્રનુ બાઇક માંગીને લઇને ગયો હતો અને તે બાઈકનું એક્સિડન્ટ થયું હતું. જે એકસીડન્ટના પૈસા બાઈકના માલિક દ્વારા માંગવામાં આવ્યા ન હતા જોકે તેની પાસેથી બાઇક માલિકના બીજા મિત્રએ યુવાન પાસે પૈસાની માંગણી કરીને ઝઘડો કરી તેની સાથે બોલો ચાલી કરી હતી અને ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેની માતાએ હાલમાં એક શખ્સની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના મકનસર ગામે રેલવે ફાટક પાસે રહેતા ગીતાબેન હરિભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૪૦) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઈ વાલજીભાઈ પરમાર રહે જુના મકનસર વાળાની સામે ફરિયાદ નોંધાઇ છે જેમાં જણાવ્યું છે કે તેનો દીકરો ભાવેશ બે થી ત્રણ વર્ષ પહેલા આરોપી પ્રકાશભાઈ વાલજીભાઈ પરમારના મિત્ર હેમંતનું બાઈક લઈને ગયો હતો અને ત્યારે બાઈકનું એક્સીડેન્ટ થયું હતું અને બાઇકમાં નુકસાની થઈ હતી જે નુકસાનીનો ખર્ચ હેમંતભાઈએ માંગેલ ન હતો અને તે અહીંયા રહેતા પણ નથી તેમ છતાં પણ અકસ્માતના ખર્ચના પૈસા આરોપી પ્રકાશભાઈએ ભાવેશભાઈ પાસે માંગ્યા હતા અને ત્યારબાદ તેની સાથે ઝઘડો કરીને તેને ગાળો આપી હતી અને ધોકા વડે માર માર્યો હતો. અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજાગ્રસ્ત ભાવેશને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ ગીતાબેન પરમારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ ડી.ડી. જોગલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે પાટીદાર ટાઉનશીપથી આગળના ભાગમાંથી મોરબીના રવાપર રોડ ઉપર આવેલી યદુનંદન પાર્ક ૨૧ માં રહેતા પ્રમોદભાઈ ચતુરભાઈ કાવર જાતે પટેલ (૫૦) પોતાની ફોર્ચ્યુનર ગાડી નંબર જીજે ૩૬ એજે ૦૬૦૭ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ટાટા કંપનીના આઇસર નંબર જીજે ૧૪ એક્સ ૭૫૦૯ ના ચાલકે તેનું વાહન ગાડીમાં અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી ફોર્ચ્યુનર ગાડીમાં નુકસાની થઈ હતી જેથી ભોગ બનેલા પ્રમોદભાઈ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News