મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

એસએમસીની રેડ : મોરબી એલસીબી-એસઓજીની કોઈ જવાબદારી નહીં...?


SHARE







એસએમસીની રેડ : મોરબી એલસીબી-એસઓજીની કોઈ જવાબદારી નહીં...?

મોરબી ખાતે વીરપડા ગામ નજીક હોટલમાં ટ્રક ટેન્કરો લાવીને ત્યાંથી ડીઝલ પેટ્રોલની ચોરી કરવામાં આવતી હતી અને કેટલા સમયથી આ કારસ્તાન ચાલુ હતુ એ તો હાલ તપાસનો વિષય છે.પરંતુ એસએમસીએ કરેલી રેડમાં એક પોલીસ કર્મચારી સહિત જે તે સમયે ૯ લોકો પકડાયા હતા અને ત્રણ અન્ય લોકોને પકડવા હાલ તજવીજ ચાલુ છે.

દરમિયાનમાં મળતી માહિતી પ્રમાણે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી દ્વારા જે પોલીસ કર્મચારી ભરત મિયાત્રા એસએમસીની રેડ દરમિયાન નસાયુક્ત હાલતમાં આઠ બિયરના ટીન સાથે પકડાયો તેને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને સાથે સાથે આ જે ઘટના સ્થળ છે તે બીટ જેના વિસ્તારમાં આવે છે તે બીટના જમાદાર અર્જુનસિંહ ઝાલાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી હાલમાં પોસીસ સૂત્રોમાંથી મળી રહી છે.પરંતુ એ પણ એટલી જ નરી વાસ્તવિકતા છે કે જિલ્લાની સમગ્ર ઘટનાઓની ધ્યાન રાખવાની જવાબદારી જેની છે તે એલસીબી અને એસઓજી કે તેના જવાબદાર અધિકારીઓ કે સ્ટાફની કોઈ જવાબદારી નહીં..? માત્ર બીટ વિસ્તારની જવાબદારી આ પણ ખરેખર એક પ્રશ્ન ઊભો કરે તેવી બાબત છે.કારણ કે જે રીતે મોરબી વાંકાનેર હાઇવે ઉપર ગેરકાયદેસર ધમધમતું ટોલનાકુ એલસીબી-એસઓજીની જાણ બહાર ન જ હોય તે રીતે આ પેટ્રોલ-ડીઝલ ચોરીનું કારસ્તાન પણ શું એલસીબી-એસઓજીની જાણ બહાર ચાલતું હતું..? ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જે રીતે કોઈપણ ઘટના બને તેમાં છેવાળાના નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે. ત્યારે જવાબદાર મુખ્ય અધિકારીઓ ભોગ બનતા નથી કારણ કે જિલ્લાની અંદર ચાલતી કોઈપણ ઘટના જેમા રેતી-ખનીજ ચોરી હોય, દારૂ-જુગાર હોય, આ રીતના અન્ય કોઈપણ કૌંભાણ હોય તેમાં જ્યારે પણ ઉચ્ચ કક્ષાએથી રેડ થાય છે.ત્યારે છેવાળાના નાના સ્ટાફનો જ ભોગ લેવાતો હોય છે.તો જિલ્લામાં બનતી આવી તમામ બાબતો માટે શું મુખ્ય બ્રાન્ચ ગણાતી એવી એલસીબી-એસઓજીની પણ કોઈ જવાબદારી હોય છે કે નહીં..?

જો થોડા સમય પહેલાંની વાત કરીએ તો થોડા વર્ષો પહેલા મોરબીના ઘુંટુ રોડ ઉપર જાહેરમાં ચાની હોટલ પાસે જાહેરમાં વંડામાં ખુલ્લેઆમ જુગારધામ ચાલતું હતું અને તેના ઉપર પણ ઉચ્ચ કક્ષાએથી રેડ થઈ હતી ત્યારે ત્યાંના સ્થાનિક બીટ જમાદારને અને અન્ય નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.(પીઆઇ-પીએસઆઅની કોઇ જવાબદારી નહીં..?) જોકે આ વાતની જાણ તમામ લોકોને હતી તે રીતે હાલમાં પણ જે વાંકાનેર ટોલનાકાનો બનાવ સામે આવેલ છે તેમાં પણ પોલીસ કે મામલતદાર આ સમગ્ર બાબતે અજાણ હોય અને મિડીયામાં આવ્યા બાદ જ સૌને જાણ થઇ હોય તે વાત ગળે ઉતરતી નથી અને હાલ જે વીરપરડા ગામે રેડ કરવામાં આવી છે અને પોલીસ સ્ટાફ સહિતનાઓની સંડોવણી ખુલ્લી પાડવામાં આવી છે આ બાબત જે રીતે સામે આવી તેમાં નાના પોલીસ સ્ટાફનો ભોગ લેવાયો પરંતુ આ સમગ્ર કૌંભાણ પણ શું એલસીબી-એસઓજીની જાણ બહાર ચાલતું હતું..? આ રીતે જ મોરબીના નવલખી બંદર ઉપર પણ અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોવાની રાવ સમયાંતરે ઉઠે છે તેમાં પણ યેનકેન પ્રકારે આંખ આડા કાન જ કરવામાં આવતા હોય છે. તે બાબત આજે શહેરના સામાન્ય લોકો પણ સમજી રહ્યા છે પરંતુ તે તમામ બાબતો સામે "ગાંધીજી કે તીન બંદર" ની માફક મૌન રહીને લાગુ પડતાઓને છાવરવામાં આવી રહ્યા છે અને નાના માછલાઓ ઉપર તવાઇ થતી હોય તેવો હાલ ઘાટ સર્જાયો છે.તેની લોકોમાં પણ ચર્ચાઇ રહ્યુ છે. જે ઉચ્ચ કક્ષાએથી મનોમંથનનો વિષય છે.






Latest News