મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી લોહાણા મહાજન પ્રમુખ સહિતના આગેવાનો રામધામનું ખાતમુહુર્ત- મહા રામયજ્ઞનું આમંત્રણ આપવા કચ્છ જીલ્લામા પહોચ્યા


SHARE







મોરબી લોહાણા મહાજન પ્રમુખ સહિતના આગેવાનો રામધામનું ખાતમુહુર્ત- મહા રામયજ્ઞનું આમંત્રણ આપવા કચ્છ જીલ્લામા પહોચ્યા

સમસ્ત રઘુવંશી સમાજ ની એકતાના પ્રતિક પવિત્ર રામધામ (જાલીડા) ખાતે યોજનાર ૧૦૮ કુંડી મહા રામયજ્ઞ તેમજ ખાતમુહુર્તનુ કચ્છ જીલ્લાના લોહાણા સમાજનાં અગ્રણીઓને રૂબરૂ આમંત્રણ આપવા માટે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી સહીતના આગેવાનો પહેઓચ્ય હતા ત્યારે ગીરીશભાઈ ઘેલાણી, વૃતિકભાઈ બારા,ભાવેશભાઈ જોબનપુત્રા, આનંદભાઈ કુંડલીયા દ્વારા સામખિયાળી, ભચાઉ, રાપર, માધાપર, ભુજ, ગાંધીધામ, નલિયા, ગઢશીશા સહીતના કચ્છ જીલ્લાના મથકોનો ૨ દીવસીય પ્રવાસ કરવામાં આવ્યો હતો.

વાંકાનેર-રાજકોટ હાઈવે પર જાલીડા મુકામે સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર રામધામનુ વિશાળ ફલક ઉપર નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે સમસ્ત રઘુવંશી સમાજની એકતા માટે કટીબધ્ધ એવા રામધામના સ્વપ્નદ્રષ્ટા રઘુવંશી સમાજના એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા જ્યાં સુધી રામધામનું ખાત મુહુર્ત ન થાય ત્યાં સુધી અનાજ તથા કઠોડનો ત્યાગ કરવાની આકરી ટેક લેવામાં આવી હતી. ત્યારે સમગ્ર લોહાણા સમાજના સાથ-સહકારથી રામધામનું ખાતમુહુર્ત થવા જઈ રહ્યુ છે. અને પવિત્ર રામધામનું ખાત મુહુર્ત તેમજ જીતુભાઈ સોમાણીની ટેકના પારણા સહીતના કાર્યક્રમો અંતર્ગત તા.૧૬-૨ થી ૧૯-૨ દરમિયાન ૧૦૮ કુંડી મહા રામયજ્ઞનું અનેરૂ આયોજન કરવામાં આવ્યુ છે.જેનું નિમંત્રણ કચ્છ જીલ્લાના લોહાણા સમાજના અગ્રણીઓને પાઠવવા મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, વૃતિકભાઈ બારા, ભાવેશભાઈ જોબનપુત્રા, આનંદભાઈ કુંડલીયા સહીતના લોહાણા સમાજ ના અગ્રણીઓ દ્વારા બે દીવસીય કચ્છ જીલ્લાનો પ્રવાસ ખેડવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત સામખિયાળી, ભચાઉ, રાપર, માધાપર, ભુજ, ગાંધીધામ, નલિયા, ગઢશીશા, માંડવી, નખત્રાણા, લખપત, અબડાસા, દયાપર, અખિલ કચ્છ જીલ્લા લોહાણા મહાજન સહીતનાં લોહાણા સમાજના આગેવાનોને રૂબરૂ નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યુ છે. વિવિધ કચ્છ ના વિવિધ મથકોએ રામધામનું આમંત્રણ પાઠવતા લોહાણા સમાજના અગ્રણીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.






Latest News