મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

રાજ્યકક્ષાએ વાર્તા સ્પર્ધામાં મોરબીના વનાળીયા ગામની કાવ્યા પૈજાએ પ્રથમ સ્થાન મેળવ્યું


SHARE







રાજ્યકક્ષાએ વાર્તા સ્પર્ધામાં મોરબીના વનાળીયા ગામની કાવ્યા પૈજાએ પ્રથમ સ્થાન મેળવ્યું

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત નિપુણ ભારત મિશન અંતર્ગત રાજ્ય કક્ષાની વાર્તા કથન સ્પર્ધા ૨૦૨૪ નું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાની મોરબી તાલુકાની વનાળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પૈજા કાવ્યા અવિનાશભાઈએ પ્રાથમિક વિભાગમાં સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઝળહળતી સિધ્ધિ મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તેમજ સૌરાષ્ટ્રનું ગૌરવ વધારેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૈજા કાવ્યાએ આ સ્પર્ધાના પ્રારંભિક તબક્કાઓ જેમાં મોરબી  જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી સૌરાષ્ટ્ર ઝોનનું પાલીતાણા શહેર ખાતે યોજાયેલ સ્પર્ધામાં પ્રતિનિધિત્વ કરેલ હતું ત્યાંથી સફળતાના સોપાનો સર કરી હવે સમગ્ર રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ઉદાહરણ પૂરું પાડ્યું છે કે નાની શાળા ઉચ્ચ સિદ્ધિઓ આંબવામાં અવરોધરૂપ બનતી નથી આજના મોબાઇલ, સોશિયલ મીડિયા, સ્ટેટસ અને રિલ્સના યુગમાં  વિસરાતી જતી વાર્તા કથન કળાને વહેતી રાખી સીમાચિન્હરૂપ ઉદાહરણ પૂરું પાડનાર પૈજા કાવ્યા તેમજ પિતા અવિનાશભાઈ (શિક્ષક વનાળિયા પ્રા.શાળા) અને માતા રીનાબેન (શિક્ષિકા બોરિયાપાટી પ્રા.શાળા)ને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. #morbitoday






Latest News