મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા શાળા અને જબલપુર પ્રા.શાળાના બાળકોએ ટ્વીનીંગ કાર્યક્રમ અંતર્ગત બેંક, મામલતદાર, કોર્ટ અને પોલીસ સ્ટેશનની મુુલાકાત કરી


SHARE







ટંકારા તાલુકા શાળા અને જબલપુર પ્રા.શાળાના બાળકોએ ટ્વીનીંગ કાર્યક્રમ અંતર્ગત બેંક, મામલતદાર, કોર્ટ અને પોલીસ સ્ટેશનની મુુલાકાત કરી

ટંકારાની શ્રી જબલપુર પ્રાથમિક શાળાના બાળકો તેમજ ટંકારા કુમાર તાલુકા શાળાના બાળકો સાથે ટ્વીનિંગ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લીધેલ તેમજ બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ મળી રહે તે માટે ટંકારા સિવિલ કોર્ટ, મામલતદાર કચેરી, પોલિસ સ્ટેશન તેમજ બેંકની મુલાકાત લેવામાં આવી હતી અને બાળકોને તેની વિવિધ કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા.બાળકોને સરકારની વિવિધ કચેરીમાં કઈ કઈ કામગીરી થાય છે તેમજ પ્રજાના ક્યાં કામમાં મદદરૂપ થાય છે તેની પ્રત્યક્ષ કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.બાળકોમાં રહેલ જીજ્ઞાસાવૃત્તિ, કુતુહલવૃત્તિ તેમજ જ્ઞાનમાં વધારો થાય તે માટે આ એક દિવસીય શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમ્યાન બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.બાળકોને આ એકદિવસીય મુલાકાતમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.  #morbitoday






Latest News