ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે બાઇક સવાર યુવાનને બોલેરોના ચાલકે હડફેટ લીધો, વાહન અકસ્માતમાં ગુનો નોંધાયો


SHARE











મોરબીના વાવડી રોડે બાઇક સવાર યુવાનને બોલેરોના ચાલકે હડફેટ લીધો, વાહન અકસ્માતમાં ગુનો નોંધાયો

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર નજીકથી પસાર થતાં યુવાનના બાઈકને બોલેરોના ચાલકે હડફેટે લેતા અકસ્માત બનાવ સર્જાયો હતો. જેમાં ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને આ બાબતે ભોગ બનેલ યુવાનના પિતા દ્વારા બોલેરોના ચાલકની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ શિવ ગંગા સોસાયટી સાંઈબાબા મંદિર પાછળ રહેતા જીતેન્દ્રભાઈ મણીરામભાઈ રામાવત જાતે રામાનંદી સાધુ (ઉંમર વર્ષ ૫૨) એ હાલમાં બોલેરો ગાડી નંબર જીજે ૩૬ ટી ૯૮૮૩ ના ચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેમનો દીકરો પાર્થ પોતાનું બાઈક નંબર જીજે ૩ ડીપી ૧૦૧૩ લઈને મોરબીના નાનીવાવડી રોડ ઉપર મામાદેવના મંદિરથી આગળ દશામાઁના મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો.ત્યારે તેના બાઇકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લીધું હતું.જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં પાર્થને માથામાં તથા શરીરે ઇજાઓ થવાથી સારવારમાં લઇ જવામાં આવ્યો હતો.હાલમાં ભોગ બનેલ યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એકટીવાની ચોરી

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ સસ્તા અનાજની દુકાન પાસે પાર્ક કરેલા એકટીવાની કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના મોચી ચોક પાસે આવેલ મોચી શેરીમાં રહેતા માનવભાઈ ચંદુભાઈ ચાવડા જાતે ખવાસ રજપૂત (૨૪) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર-૨ માં આવેલ સસ્તા અનાજની દુકાન પાસે તેણે તેનું એકટીવા નંબર જીજે ૩૬ એએ ૨૩૪૫ પાર્ક કરીને મૂક્યું હતું જે રૂા.૮૦ હજારની કિંમતના એકટીવાની કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ચોરી કરવામાં આવેલ છે.જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News