ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો
Breaking news
Morbi Today

વાંકનેરમાં જુગારની બે રેડમાં પાંચ જુગારીઓ પકડાયા


SHARE







વાંકનેરમાં જુગારની બે રેડમાં પાંચ જુગારીઓ પકડાયા

વાંકાનેર શહેરના ટાઉનહોલ નજીક અને ઈંટોના ભઠ્ઠા વાળા વિસ્તારમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી.ત્યારે કુલ મળીને પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે તેઓની પાસેથી રોકડ રકમ કબ્જે કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરમાં આવેલ ટાઉનહોલ પાછળ મચ્છુ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છગનભાઈ પ્રાગજીભાઈ ખાંડેખા જાતે રાજગોર બ્રાહ્મણ (૬૦) રહે.વાંકાનેર ગાયત્રી મંદિર પાસે મફતપરા, રઘુભાઈ અમરશીભાઈ સારદીયા (૪૮) રહે.વાંકાનેર કુંભારપરા શેરી નંબર-૫ અને મેહુલભાઈ વિનયચંદ્ર મારૂ જાતે લુહાર (૪૨) રહે.વાંકાનેર નગર પાલીકા પાસે શાક માર્કેટ નીચે વાળાઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેમની પાસેથી રોકડા રૂા.૨૨૩૦ કબ્જે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તેમજ જુગારની બીજી રેડ વાંકાનેરમાં આવેલ ઈંટોના ભઠ્ઠા પાસે મચ્છુ નદીના પટ પાસે કરવામાં આવી હતી.ત્યાં જાહેરમાં જુગાર રમતા અબ્દુલભાઈ મુસાભાઇ દલ જાતે સંધી (ઉંમર વર્ષ ૬૦) અને ગોવિંદભાઈ પ્રેમજીભાઈ દેગામા જાતે કોળી (ઉંમર વર્ષ ૬૫) રહે. બંને વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે રૂા.૧૫૬૦ ની રોકડ કબ્જે કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News