મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડ ઉપર રહેતો યુવાન ઘરેથી કહ્યા વગર ગુમ, પોલીસ તપાસ શરૂ


SHARE







મોરબીના સનાળા રોડ ઉપર રહેતો યુવાન ઘરેથી કહ્યા વગર ગુમ, પોલીસ તપાસ શરૂ

મોરબીના સનાળા રોડ ઉપર રહેતો અને હાલ છાત્રાલય રોડ ઉપર સરદારનગરમાં રહેતો યુવાન ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ચાલ્યો ગયેલો હોય તેના પરિવારજનોએ ઘર મે મળે શોધખોળ કરવા છતાં તેનો પતો ન લાગતા તેના પત્ની દ્વારા હાલ જાણ કરાતા એ ડિવિઝન પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલા સરદારનગરમાં રહેતો અને મૂળ મોરબીના સનાળા રોડ ઉપર પીજી ક્લોકની નજીક આવેલ લીમડા પાન વાળી શેરીમાં રહેતો હિતેન લાલજીભાઈ અઘારા જાતે પટેલ (ઉમર ૩૩) નામનો યુવાન ગત તા.૧૯-૧ ના બપોરના ચારેક વાગ્યે અરસામાં ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ચાલ્યો ગયેલો હોય અને શોધખોળ કરવા છતાં પણ હિતેન અઘારાનો કોઈ પતો લાગતો ન હોય અંતે તેમના પત્ની ભાવિકાબેન હિતેનભાઈ અઘારા (ઉંમર ૩૧) રહે.સરદારનગર છાત્રાલય રોડ મોરબી એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં આ અંગે જાણ કરી હતી જેથી કરીને એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવેલી છે જેની આગળની તપાસ બીટ વિસ્તારના જમાદાર એ.એમ.ઝાપડિયા ચલાવી રહ્યા છે.

ફાંસો ખાઈ જતા યુવાન સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા મેઘપર ગામે રહેતો શૈલેષભાઇ દેવશીભાઈ સોલંકી નામનો ૨૩ વર્ષનો યુવાન તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ ગયો હતો.જેનો બચાવ થઇ જતા તેને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.ગત તા.૩૧-૧ ના સાંજના છએક વાગ્યાના અરસામાં બનેલા બનાવમાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હોય હાલ હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા આ અંગે પ્રાથમિક નોંધ કરવામાં આવી હતી અને બનાવ માળીયા પોલીસ મથકની હદનો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરવામાં આવેલ છે.






Latest News