મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા આપવામાં આવતા હવે આયોજન પૂર્વકના વિકાસને વેગ મળશે: દુર્લભજીભાઈ દેથરીયા


SHARE







મોરબી મહાપાલિકા આપવામાં આવતા હવે આયોજન પૂર્વકના વિકાને વેગ મળશે: દુર્લભજીભાઈ દેથરીયા

રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યુ હતું કે, મવડાને બ્રેક લાગવાથી મોરબીના વિકાસને બ્રેક લાગી હતી જો કે, હવે મહાપાલિકા મળવાથી આયોજન પૂર્વકનો વિકાસ થશે

ટંકારાના વર્તમાન ધારાસભ્ય અને મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ પત્રકાર પરિષદ  રાખી હતી અને જણાવ્યુ હતું કે, છેવાડાના માનવીની સુખાકારીમાં વધારો કરે તેવું બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું છે અને તેમાં મોરબી પાલિકાને મહાપાલિકા આપવામાં આવી છે, મવડાને પુનઃ જીવીત કરવામાં આવેલ છે અને મોરબી જિલ્લાને કૃષિ કોલેજ આપવામાં આવી છે તેથી મોરબીના લોકોને ઘણો ફાયદો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને અગાઉ મોરબી વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (મવડા) અમલમાં મૂકવામાં આવી હતી તેને બ્રેક લાગવાથી મોરબીનો વિકાસ રૂંધાયો હતો તેવો સવાલ પત્રકારોએ કર્યો હતો ત્યારે ધારાસભ્યએ કહ્યું હતું કે સો ટકા મોરબીના વિકાસને બ્રેક લાગી હતી અને મોરબી પાછળ રહી ગયું છે મોરબીનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે જોતાં ટીપી અને ડીપી વગર હવે મોરબીમાં રહેવું મુશ્કેલ બની ગયું છે ત્યારે મહાપાલિક અને મવડા આવવાથી લોકોને ઘણો ફાયદો થશે વધુમાં તેમણે કહ્યું હતું કે, ઘણા લોકો છેલ્લા વર્ષોમાં મોરબીથી રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં રહેવા માટે જતાં રહ્યા છે પરંતુ હવે મહાપાલિકા મળવાથી મોટા શહેરોની જેમ જ મોરબીનો પણ આયોજન પૂર્વકનો વિકાસ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી 






Latest News