મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના ઝોન અને મંડલ પ્રભારી, કારોબારી અને આમંત્રિત સભ્યોના નામ જાહેર


SHARE







મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના ઝોન અને મંડલ પ્રભારી, કારોબારી અને આમંત્રિત સભ્યોના નામ જાહેર

મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દ્વારા જિલ્લા પ્રમુખ અને મહામંત્રીઓ સાથે ચર્ચા કરીને અનુસૂચિત જાતિ મોરચાની કારોબારી સમિતિના સભ્યો, વિશેષ આમંત્રિત સભ્યો, ઝોન પ્રભારી, આમંત્રિત સભ્યો તેમજ મંડલ પ્રભારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે

મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ નાનજીભાઈ પરમારએ માહિતી આપતા જણાવ્યું છે કે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા મંડલ પ્રભારીઓમાં જીતેન્દ્રભાઈ રાઠોડ, ચિરાગભાઈ સોલંકી, જગદીશભાઈ ચાવડા, લાલજીભાઈ પરમાર, લાલજીભાઈ સોલંકી, નીતાબેન પરમાર, અરવિંદભાઈ રાઠોડ, કિશોરભાઈ દુલેરા અને જગદીશભાઈ સાગઠીયાનો સમાવેશ કરવામાં આવેલ છે તેવી જ રીતે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ ઝોન પ્રભારીઓમાં હળવદ શહેર, ટંકારા તાલુકો અને મોરબી તાલુકા માટે બળવંતભાઈ મોહનભાઈ સનારીયા, મોરબી શહેર, વાંકાનેર શહેર અને વાંકાનેર તાલુકા માટે નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ સોલંકી તેમજ માળીયા તાલુકો, માળીયા શહેર અને હળવદ તાલુકા માટે દીપકભાઈ મૂળજીભાઈ ચૌહાણના નામ જાહેર કરવામાં આવ્યા છે આ ઉપરાંત મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા કારોબારી સમિતિના સભ્યો, વિશેષ આમંત્રિત સભ્યો અને આમંત્રિત સભ્યોના નામની યાદી જાહેર કરવામાં આવેલ છે આવી જ રીતે મોરબી શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પદે પ્રવીણભાઈ કાળાભાઈ સોલંકી, મહામંત્રીમાં સુભાષભાઈ પુરબીયા, ઉપપ્રમુખમાં નટવરભાઈ બી. ચૌહાણ અને મનોજભાઈ સોલંકીની નિમણૂક કરાઈ છે

મોરબી જીલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ સાગરભાઈ સદાતીયાએ હાલમાં મોરબી જીલ્લા ભાજપ યુવા મોરચા વિધાનસભા ઈન્ચાર્જ તેમજ સહ-ઈન્ચાર્જના નામની જાહેરાત કરેલ છે જેમાં મોરબી-માળિયા વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે જયપાલસિંહ રાઠોડ અને સહ-ઈન્ચાર્જ તરીકે પિયુષભાઇ સાણજા, ટંકારા પડધરી વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે રાજભાઈ ગોધવિયા અને સહ-ઈન્ચાર્જ તરીકે હિમાંશુભાઇ ડોબરીયા, વાંકાનેર વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે ઓમભાઈ કોઠીયા અને સહ-ઈન્ચાર્જ તરીકે નિકુંજભાઈ વિડજા, હળવદ વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે સતિષભાઇ ઘોડાસરા અને સહ-ઈન્ચાર્જ તરીકે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી કરવામાં આવેલ છે






Latest News