મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાંથી દારૂ-બિયરનો જથ્થો ભરેલ ટ્રક સાથે પકડાયેલા બે આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે


SHARE







મોરબી નજીક કારખાનામાંથી દારૂ-બિયરનો જથ્થો ભરેલ ટ્રક સાથે પકડાયેલા બે આરોપીના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે

મોરબી હળવદ હાઇવે રોડે આવેલ ઉંચી માંડલ નજીક સિરામિક ફેકટરીમાં રાજસ્થાનથી ટ્રક આવ્યો હતો જેને ચેક કરવામાં આવ્યો ત્યારે તે ટ્રકમાં માટીની આડમાં દારૂ અને બીયર લઈને આવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે દારૂબીયર અને ટ્રક મળીને ૫.૫૭ લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને બે શખ્સને પકડવામાં આવ્યા હતા તેને બંને આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને કોર્ટમાં રજૂ કરીને હાલમાં મોરબી જેલ હવાલે કરેલ છે

મોરબી-હળવદ રોડ ઉપર ઉચીમાંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાના પાર્કીંગમાંથી ટ્રક નંબર જીજે ૧૦ ઝેડ ૮૦૯૯ માં માટીની આડમાં રાજસ્થાનથી દારૂ અને બિયરનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આરોપી વનરાજસિંહ જગદીશસિંહ જાડેજા અને દેવીસિંહ ગુણવંતસિંહ ગોહીલ ની ધરપકડ કરેલ હતી અને ટ્રકમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની ૧૫૨ બોટલ તેમજ બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા જેથી કરીને દારૂબીયર તેમજ ટ્રક અને માટી મળીને પોલીસે કુલ ૫,૫૭,૭૫૦ નો મુદામાલ કબજે કરેલ હતો અને આ શખ્સો પાસેથી મહીપાલસિંહ જીતેન્દ્રસિંહ કેર રહે. મુંગણી ગામ રામ મંદિર પાસે તાલુકો જામનગર અને પ્રભુજી રહે. રાજસ્થાન વાળાના નામા સામે આવેલ હતા જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા આ કેસની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.વીપાતાળિયાંને સોપવામાં આવી છે અને જે બે આરોપીને પકડવામાં આવ્યા હતા તે આરોપીના રિમાન્ડ કોર્ટમાંથી મેળવ્યા હતા જો કે, રિમાન્ડ પૂરા થતાં તે બંન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News