મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાહન ચોરનો આતંક: મોરબીમાંથી બાઇક-હળવદમાંથી બોલેરો ગાડીનો ચોરી


SHARE







વાહન ચોરનો આતંક: મોરબીમાંથી બાઇક-હળવદમાંથી બોલેરો ગાડીનો ચોરી

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઇક તેમજ હળવદ માર્કેટ યાર્ડના પાર્કિંગમાંથી બોલેરો ગાડીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને વાહન ચોરીના જુદા જુદા બે ગુના બન્યા હોય સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ લઈને પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ. કોલેજ નજીક રહેતા પરેશભાઈ વિનોદભાઈ પિત્રોડા જાતે લુહાર (૪૦)એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી શહેરના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશનના પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ કે ૫૩૯૧ પાર્ક કરીને મૂક્યું હતું જે ૩૦૦૦૦ રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદ નજીક આવેલ માર્કેટયાર્ડના પાર્કિંગમાં હળવદ જીઆઇડીસી સ્કૂલ નંબર-૧૧ ની બાજુમાં રહેતા મેહુલભાઈ ભુપતભાઈ રાતૈયા જાતે કોળી (૨૭) એ પોતાની બોલેરો પીકપ ગાડી નંબર જીજે ૧૩ એટી ૬૧૩૭ પાર્ક કરીને મૂકી હતી જે બોલેરો ગાડીની કિંમત રૂપિયા ૩ લાખના મુદ્દામાલની ગત તા. ૧૯/૧૨ ના રાતના ૯:૦૦ વાગ્યાથી લઈને ૨૦/૧૨ ના સવારના ૯:૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મૂળ રાજસ્થાનના રહેવાસી દેવારામ પોખરારામ જાટ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબી શહેરના ખત્રીવાડ વિસ્તારના નાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી નરવીનસિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ મેરુભા ઝાલા જાતે દરબાર (૪૮) રહે. ખત્રીવાડ શેરી નં-૬ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News