મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના વાવડી અને જોડીયાના કોઠારીયા ગામે રહેતા આધેડના હૃદય ધબકારા ચૂકી જતા બંનેમા મોત


SHARE











મોરબીના વાવડી અને જોડીયાના કોઠારીયા ગામે રહેતા આધેડના હૃદય ધબકારા ચૂકી જતા બંનેમા મોત

મોરબીના વાવડી ગામ સમજુબા સ્કૂલ પાસે રહેતા આધેડને ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી સારવાર માટે દવાખાને લઈ જતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોતની તો જીવવાનો સૂત્રોમાંથી જાણવા મળેલ છે. તેમજ જોડિયા નજીકના કોઠારીયા ગામે રહેતા વૃદ્ધ તેઓના ઘરે ટીવી જોતા હતા ત્યારે ટીવી જોતા જોતા પડી જતા તેઓનું મોત નીપજવાનું જાણવા મળેલ છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી ગામે આવેલ સમજુબા સ્કૂલ પાસે ભૂમિ મેડિકલ ઉપર રહેતા રમેશભાઈ ધનજીભાઈ ડઢાણીયા જાતે પટેલ ઉમર 49 વાળા ને તેઓના ઘરે છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી કરીને તેમનો પુત્ર રવિ રમેશભાઈ ડેઢાણીયા તેને રીક્ષામાં સારવાર માટે લઈ જતો હતો ત્યારે હોસ્પિટલ ખાતે પહોંચતા જોઈ તપાસીને ફરજ પરના કદી બે રમેશભાઈ ડઢાણિયાને મૃત જાહેર કર્યા હતા હાલ આ બનાવ અંગે એડી દાખલ કરીને એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હતી.

વધુમાં મોરબી સીટી એડમિશન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલા કોઠારીયા ગામે રહેતા ભરતસિંહ લાલુભા જાડેજા નામના 65 વર્ષના વૃદ્ધને બેભાન હાલતમાં મોરબી લાવવામાં આવ્યા હતા અને અહીં હોસ્પિટલ ખાતે જોઈ તપાસીને તેઓને મૃત જાહેર કરાયા હતા તેઓ તેમના ઘરે ટીવી જોતા જોતા સમયે પડી ગયા હતા અને તેઓનો મોત નીપજો હોવાનો હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળે છે આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે જોડિયા પોલીસને જાણ કરી હતી.

ઝેરી અસર થતા સારવારમાં

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકામાં આવેલા વવાણીયા ગામે રહેતા ભરતભાઈ મેરામભાઇ રાઠોડ નામના 29 વર્ષના યુવાને ઝેરી અસર થયેલ હાલતમાં સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે આ બાબતે હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલુ કરવામાં આવ્યા બાદ એડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલી હોય હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગત તારીખ 28 ના રોજ ભરતભાઈ રાઠોડ બાળવા માટે દવાનો છંટકાવ કરતા હતા તે સમયે દવાના સ્પ્રે ની નોઝલ થી મોંમાં દવા છંટાઈ જતા તેઓને અસર થઈ હતી જેમાં તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા છે.

યુવાન સારવારમાં

મૂળ રાજસ્થાનના મયોધન વિસ્તારના રહેવાસીઅને હાલ મોરબી રહેતા ઓમકાર અશોકભાઈ પરમાર નામના ૩૬ વર્ષના યુવાનને મોરબીના વાંકાનેર હાઇવે મકનસર ગામે આવેલા રાજા ટ્રાન્સપોર્ટ નજીકથી બેભાન હાલતમાં 108 વડે સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલો છે હાલ હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એ એમ જાપડીયા દ્વારા નોંધ કરી તપાસ શરૂ કરાય છે.






Latest News