મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી આવી પહોચેલ યુપીની પરિણીતા અને તેના બાળકોનું તેના પતિ સાથે મિલન કરાવ્યુ


SHARE











મોરબી આવી પહોચેલ યુપીની પરિણીતા અને તેના બાળકોનું તેના પતિ સાથે મિલન કરાવ્યુ

ઘણી વખત સમાજ માટે લાલબતી સમાન કિસ્સા સામે આવે છે આવી જ રીતે એક ઘટના મોરબીમાં સામે આવેલ છે જેમાં સાસુ સાથે ઝઘડો થતા પરિણીતા ઘરે કોઈને કશું જ કહ્યા વગર ઉત્તરપ્રદેશથી ગુજરાત સુધી આવી ગયેલ છે અને આ પરિણીતા સુરતને બદલે મોરબી આવી પહોંચી હતી જેથી કરીને મોરબીના સખી વન સ્ટોપ સેન્ટરે આ પરિણીતાનું કાઉન્સેલિંગ કરી તેના પતિ સાથે તે પરિણીતાનું મિલન કરાવ્યુ છે

મોરબી ૧૮૧ ની ટીમને ફોન આવેલ હતો કે, ઉત્તરપ્રદેશથી બાળકો સાથે કે પરિણીતા મોરબી આવી ગયેલ છે અને બસ સ્ટેન્ડ પાસે છે અને તેના પોતાને અને બાળકોને આશ્રય માટે કહી રહી છે જેથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પરિણીતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેના પતિનું એડ્રેસ અને મોબાઈલ નંબર મેળવેલ હતા ત્યાર ત્યારબાદ તે મહિલાના પતિ સાથે ફોનમાં વાત કરી હતી અને તે સુરત નોકરી કરે છે તેવું સામે આવ્યું હતું અને આ પરિણીતા અને તેના બાળકો સાથે ઉત્તરપ્રદેશમાં તેના સાસુ સાથે રહેતી હતી જો કે, સાસુ સાથે ઝઘડો થતા તે કોઈને કશું જ કહ્યા વગર ત્યાંથી નીકળી ગયેલ હતી તે સુરતને બદલે મોરબી આવી પહોચી હતી જેથી તેના પતિને મોરબી બોલાવીને તેની સાથે તેનું મિલન કરવવામાં આવ્યું છે






Latest News