મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)-વાંકાનેરમાં જુગારની બે રેડ: પાંચ જુગારી ઝડપાયા, ૨૦,૨૯૦ નો મુદામાલ કબજે


SHARE











માળીયા (મી)-વાંકાનેરમાં જુગારની બે રેડ: પાંચ જુગારી ઝડપાયા, ૨૦,૨૯૦ નો મુદામાલ કબજે

માળીયા મીયાણામાં વાગડિયા ઝાપા પાસે તેમજ વાંકાનેરના નવાપરા ખડીપરા જવાના રસ્તે જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને પાંચ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદા જુદા જુગારના ગુના નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મિયાણાના વાગડીયા જાપા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આરોપી ચંદ્રેશભાઇ નારણભાઈ ચાવડા જાતે ખવાસ (૩૦) રહે. કન્યાશાળા સામે મેઇન બજાર માળીયા, સિકંદર સુભાષભાઈ જેડા જાતે મિયાણા (૨૩) રહે. મોટી બજાર ખોજાખાના શેરી માળિયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વરલી જુગારના આંકડા લખેલ સાહિત્ય તેમજ ૮૬૨૦ ની રોકડ કબજે કરવામાં આવી છે અને તેની પાસેથી સલમાન હુસેનભાઇ સંતવાણી રહે. વાડા વિસ્તાર જુના રેલ્વે સ્ટેશન પાસે માળિયા મીયાણા વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

તો વાંકાનેરના નવાપરા ખડીપરા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સલીમભાઈ નુરસા શેખ જાતે ફકીર (૩૦) રહે. નવાપરા શેરી નં-૨ વાંકાનેર, અશરફભાઈ કરીમભાઈ રફાઈ જાતે ફકીર (૨૩) રહે. મફતિયા પરા ટંકારા અને ઈકબાલભાઈ ઇસ્માઈલભાઈ શેખ જાતે ફકીર (૨૦) રહે. વાજાવાસ મામલતદાર ઓફિસ પાસે ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૧,૬૭૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News