મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કાય મોલ પાસે ઓફિસના સીસીટીવી કેમેરા-બોર્ડમાં તોડફોડ કરનારા બે શખ્સની ધરપકડ, એકની શોધખોળ


SHARE







મોરબીમાં સ્કાય મોલ પાસે ઓફિસના સીસીટીવી કેમેરા-બોર્ડમાં તોડફોડ કરનારા બે શખ્સની ધરપકડ, એકની શોધખોળ

મોરબીના સનાળા રોડ પર સ્કાય મોલની બાજુમાં આવેલ ઓફિસે સીસીટીવી કેમેરા મુકવામાં આવેલ હતા જે સીસીટીવી કેમેરા તેમજ ઓફિસના બોર્ડને લાકડાનો ધોકા મારીને તોડી નાખવામાં આવ્યા હતા જેથી કરીને ૨૦ હજાર રૂપિયાનું નુકસાન કર્યું હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે મોટી કેનાલ મેઇન રોડ યદુનંદન-૧ ખાતે રહેતા જીવણભાઈ ખીમાભાઈ કુંભારવાડીયા જાતે બોરીચા (૫૭) એ થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયેશ રબારી રહે. રબારીવાસ મોરબી અને રાજ રાજુ સિક્યુરિટી તેમજ વાલ્વા ધર્મેશ રહે. બંને સ્કાય મોલ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલની બાજુમાં તેની ઓફિસ આવેલ છે ત્યાં સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે અને આ આરોપીઓએ લાકડાના ધોકા વડે સીસીટીવી કેમેરાઓફિસના બોર્ડ અને ખુરશીમાં તોડફોડ કરેલ છે જેથી કરીને ૨૦ હજાર રૂપિયાનું નુકસાન થયું છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચ્ક્રોગતિમાન કરેલ છે અને આ ગુનામાં હાલમાં આરોપી રાજેશભાઈ રાવજીભાઇ ચાવડા (૩૫) ધંધો સ્કાય મોલમાં સિક્યુરિટી રહે. હાલ રહે સ્કાય મોલ શનાળા રોડ મોરબી મૂળ જામનગર જિલ્લો અને ધર્મેશ પ્રવીણભાઈ વાલ્વા (૨૩) ધંધો સ્કાય મોલમાં સિક્યુરિટી રહે. હાલ રહે સ્કાય મોલ શનાળા રોડ મોરબી મૂળ રહે. નરમાણા જિલ્લા જામનગર વાળાની ધરપકડ કરી હોવાની તપાસ અધિકારી પી.બી. ચાવડાએ જણાવ્યુ છે અને આ ગુનામાં હજુ એક આરોપીને પકડવાનો બાકી છે






Latest News