વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક સાથે બાઈક અથડાયા બાદ થયેલ મારામારીમાં ઈજા પામેલ યુવાન સારવારમાં


SHARE











મોરબીમાં બાઈક સાથે બાઈક અથડાયા બાદ થયેલ મારામારીમાં ઈજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં બાઇકના સાથે બાઇક અથડાયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ઈજા પામેલ યુવાનને મોરબીની સરકારી હોસ્પિટલે અને બાદમાં ખાનગી હોસ્પિટલે લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

હાલ આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લાતી  પ્લોટ વિસ્તારની શેરી નંબર-૨ માં રહેતા મનોહર ઉર્ફે મોરભાઈ દેવકરણભાઈ કણજારિયા નામના ૩૨ વર્ષના યુવાનને મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૨ ના ખૂણા પાસે આવેલ ભવાની પાન નજીક બાઈક સાથે બાઈક અથડાવાના બનાવ બાદ થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેને પ્રથમ સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર કર્યા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.હાલ આ બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ બનાવની નોંધ કરીને તે દિશામાં આગળની તપાસ શરૂ કરી છે.

આધેડ સારવારમાં

મોરબીના માળીયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા રાજેશભાઈ સોંડાભાઈ પાટડીયા નામના ૪૯ વર્ષના આધેડને ખાખરેચી ગામે રેલ્વે સ્ટેશન પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ તરફથી જાણ કરાતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ બનાવ અંગે નોંધ કરીને પ્રાથમિક તપાસ કરી હતી અને આગળની તપાસ માટે માળિયા પોલીસમાં જાણ કરી હતી.

મજૂર યુવાન સારવારમાં

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ રેડ સ્ટોન ગ્રેનાઈટો નામના કારખાનામાં કામ દરમિયાન નવીન બાબુભાઈ કોળી (ઉમર ૧૯) નામના યુવાનનો હાથ મશીનમાં આવી ગયો હતો.ગત તા.૨૪ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં નવીનભાઈ કોળીનો હાથ મશીનમાં આવી જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદનો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે મારામારીનો બનાવ સર્જાયો હતો.આ બનાવની અંદર ઇજા પામેલ જગદીશ ઓમપ્રકાશભાઈ બિસ્નોઇ (૨૨) મૂળ રહે.જોધપુર રાજસ્થાન હાલ રહે.ટીંબડી મોરબી-૨ ને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા નોંધ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ હતી.






Latest News