મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં બે યુવાન ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં વધુ ચાર આરોપીની ધરપકડ

મોરબીના શનાળા રોડ ઉપર સાગર હોસ્પિટલ વાળી શેરીમાં બે કારએકટીવા તથા અન્ય વાહનોમાં ઘસી આવેલા દશેક ઈસમો દ્વારા કારમાં રહેલા બે યુવાનોને નિચે ઉતારીને તેઓને ધોકા-પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેની યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પહેલા છ આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં વધુ ચાર આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સાગર હોસ્પિટલ વાળી શેરીમાંથી કારમાં જઈ રહેલા સંજય જેમલભાઇ મોરી જાતે રબારી (૨૬) તેમજ તેની સાથે રહેલ સાહેદ કરણ સંજયભાઇ મકવાણા (૨૧) ઉપર છરીલોખંડના પાઇપલાકડાના ધોકાતલવાર તથા રિવોલ્વર જેવા પ્રાણઘાતક હથિયારો સાથે બે કારએકટીવા તથા સ્કૂટરમાં આવેલા ૧૦ જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે ધોકા-પાઇપ વડે માર મારીને ગાડીમાં તોડફોડ કરી હતી તેમજ બંને યુવાનને રિવોલ્વર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે બનાવમાં સંજય જેમલભાઇ મોરીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે દેવ હકાભાઇ કુંભારવાડીયાવિશાલ ડાંગરઅમિત ડાંગરનાગદાન બોરીચાઅંકિતહિતુ અને તીર્થ જયસુખ કૈલા તથા ત્રણ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ આ ગુનામાં છ આરોપીઓની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એ.વી. પાતાળિયા તથા સ્ટાફ દ્વારા વધુ ચાર આરોપીની ધરપકડ કરેલ છે જેમાં દેવરાજ ઉર્ફે દેવો જીવણભાઇ કુંભારવાડીયા (૨૮) રહે. યદુનંદન પાર્ક કેનાલ રોડ મોરબી મૂળ ફસરવિશાલ લક્ષ્મણભાઇ ડાંગર જાતે બોરિચા (૩૧) અને અમિત વસંતભાઇ ડાંગર જાતે બોરિચા (૨૪) રહે. બંને ખાખરાળા તેમજ કિશન જસાભાઈ કાનગડ (૩૦) રહે. યદુનંદન પાર્ક કેનાલ રોડ મોરબી મૂળ જસાપર વાળાની ધરપકડ કરેલ છે અને ફરિયાદી સહિતના બે યુવાનને આરોપી દેવરાજ ઉર્ફે દેવો જીવણભાઇ કુંભારવાડીયાએ તેની લાઇસન્સ વાળી રિવોલ્વર બતાવી હતી જેના પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે

માર માર્યો

મોરબીમાં નાનીવાવડી ગામે રહેતા પુંજાભાઈ મોતીભાઈ મકવાણા (૬૦)ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે






Latest News