મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની જહેમતથી શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણની દરખાસ્ત રાતોરાત તૈયાર કરાઇ


SHARE







મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની જહેમતથી શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણની દરખાસ્ત રાતોરાત તૈયાર કરાઇ

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા ૧૧ ના રોજ ગાંધીનગર ખાતે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરાવવાની દરખાસ્ત રજૂ કરવાની છે. તેના માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ.દેથરિયા અને મહામંત્રી દિનેશભાઈ આર.હુંબલ સહિતનાએ રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને રાતોરાત કામગીરી કરવામાં આવી હતી

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અગાઉ મિટિંગમાં ગયા હતા અને તેના પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી તે વતનમાં ગયા હતા અને શિક્ષણ શાખામાં કામગીરી સંભાળતા કર્મચારી પણ રજા પર હોય મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂર કરવા અર્થેના હુકમોની કામગીરી  થયેલ  નહીં. ત્યારે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ઉચ્ચત્તર પગારની દરખાસ્ત ગાંધીનગર રજૂ થઈ શકે તેવા કોઈ સંજોગો નહિ જણાતા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ઉપસ્થિત થયેલ પ્રશ્નનું યોગ્ય રીતે નિરાકરણ લાવવા કહેવામા આવ્યું હતું અને લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી. જેના પરિણામ સ્વરૂપ જિલ્લા પંચાયતના પ્રમુખઅને જિલ્લા વિકાસ અધિકારીયોગ્ય નિરાકરણ કરીને  શનિવારના રોજ કચેરીમાં રજા હોવા છતાં અને કચેરીમાં કામગીરી સંભાળતા કર્મચારીને બોલાવીને જિલ્લાના શિક્ષકોના હુકમો તૈયાર કરવાની કામગીરી કરી હતી






Latest News