મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રભારી સચિવએ વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી


SHARE







મોરબી જિલ્લા પ્રભારી સચિવએ વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આયોજન હેઠળના કામોની સમિક્ષા કરી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા વિકસિત ભારત અન્વયે આયુષ્માન કાર્ડ સહિતની વિવિધ યોજના હેઠળના લાભોના વિતરણનું નિદર્શન કરી સ્વચચ્છતા હી સેવા અન્વયે તીર્થ સ્થળ/ધાર્મિક સ્થળની સફાઈ બાબતે સમિક્ષા કરી હતી. ઉપરાંત મોરબી જિલ્લાના તમામ તાલુકાને આરોગ્ય ક્ષેત્રે મજબૂત બનાવવા માટે સુચનો કર્યા હતા તેમજ ટીબીના કેસને ધ્યાનમાં લઈને તેનું ૧૦૦ % નિરાકરણ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.  

આ બેઠકમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ રજીસ્ટ્રેશન, જમીન સંપાદન, સી.એમ.ડેશબોર્ડ, મહેકમ, કેનાલ સફાઈ, સંકલન સમિતીના પ્રશ્નો, જિલ્લાની તમામ સગર્ભા અને આંગણવાડીને ન્યુટ્રીશનનો પુરતો લાભ મળી રહે છે કે કેમ વગેરે વિષયોની વિગતવાર સમિક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે વગેરે અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News