મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે સફાઈ કરાઈ: ઇન્ડિયન લાયોનેસ ક્લબ મહાઆરતીનું આયોજન


SHARE







મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે સફાઈ કરાઈ: ઇન્ડિયન લાયોનેસ ક્લબ મહાઆરતીનું આયોજન

હાલમાં દેશભરમાં દેવા સ્થાનોની સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના રફાળેશ્વર ગામે આવેલ મહાદેવ મંદિરે સ્થાનિક લોકો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી ત્યારે ગામના આગેવાનો સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા

મોરબી જીલ્લામાં પણ મંદિરોની આસપાસ સ્વચ્છતા રાખવાની ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે અને જુદાજુદા વિસ્તારમાં ધાર્મિક સ્થાનોએ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી વાંકાનેર રોડ ઉપર આવેલ રફાળેશ્વર મહાદેવ મંદિરની સફાઈ કરીને મંદિરને સાફ કરવામાં આવ્યું હતું ત્યારે મહાદેવ યુવા ગ્રુપના શિવુભા ગુઢડા, મયુરભા ગુઢડા, બાલભા ગુઢડા, પુષ્પરાજસિંહ ગોહેલ, નરેશભાઈ ગોહેલ, ભાવેશભાઈ ગમારા, હિતેશભાઈ રાઠોડ, મુકેશભાઈ જાની (ભુદેવ), કાનાભાઈ આચાર્ય, હંસરાજભાઈ મકવાણા, કાવ્યા ભારથી અને લાલભા સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને સફાઈ કામ કર્યું હતું

ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા મહાઆરતી

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા તા ૨૧ ના રોજ અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ અંતર્ગત દરબારગઢમાં આવેલા રામ મંદિર પાસે ચોકમાં દીપમાળા, મહાઆરતી, રામ ધુન અને રામના ૧૦૮ મણકાના જાપ સાંજે ૫ થી ૭ સુધી યોજાશે ત્યારે મોરબીની ધર્મ પ્રેમી પ્રજાને આ મહા આરતીમાં અને રામધુનમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવેલ 






Latest News