મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના કોઠી ગામના બસ સ્ટેશન પાસેથી દારૂ ભરેલ કાર સાથે એકની ધરપકડ: ૩.૦૬ લાખનો મુદામાલ કબજે


SHARE







વાંકાનેરના કોઠી ગામના બસ સ્ટેશન પાસેથી દારૂ ભરેલ કાર સાથે એકની ધરપકડ: ૩.૦૬ લાખનો મુદામાલ કબજે

વાંકાનેર તાલુકાના કોઠી ગામના બસ સ્ટેશન પાસે નદીના પોલ ઉપરથી કાર પસાર થઈ રહી હતી જે કારને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે કારમાંથી ૧૫૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર અને ૩૦૦૦ ની કિંમતનો દારૂ તથા મોબાઈલ ફોન મળીને ૩,૦૬,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના કોઠી ગામના બસ સ્ટેશન સામે મહીકા નદીના પુલ પરથી પસાર થઈ રહેલ ગાડી નંબર જીજે ૩ એફકે ૮૮૮૫ ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે કારમાંથી દોઢસો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ, ૩૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન અને ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૩,૦૬,૦૦૦ ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી ભરતભાઈ શાંતુભાઇ ધાંધલ જાતે કાઠી દરબાર (૪૦) રહે. ખાટડી તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પીધી
હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા કાજલબેન શાંતિલાલ (૧૮) નામની યુવતી કોઈ કારણોસર પોતે પોતાના ઘરે ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝનમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જો કે આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવશે

મારામારીમાં ઇજા
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ચાર માળિયામાં મારામારીનો બનાવ બન્યો હતો ત્યારે અજયભાઈ ધીરુભાઈ દેલવાણીયા (૧૭) અને દિનેશ ધીરુભાઈ દેલવાણીયા (૧૯) નામના બે યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News