મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઓરડીઓ ભાડે આપીને પોલીસને જાણ ન કરનાર મિલ્કત ધારક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં ઓરડીઓ ભાડે આપીને પોલીસને જાણ ન કરનાર મિલ્કત ધારક સામે ગુનો નોંધાયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વિશાલ ફર્નિચરની પાછળના ભાગમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં ઓરડિઓ બનાવીને પરપ્રાંતીય લોકોને ઓરડી ભાડે આપવામાં આવી હતી જોકે ભાડુઆતની કોઈ માહિતી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવી ન હતી જેથી જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓરડીના માલિક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં તથા ખેતીમાં રોજગારી મેળવવા માટે લોકો મોટા પ્રમાણમાં પરિવાર સાથે આવતા હોય છે અને તે પરપ્રાંતીય લોકોને કોઈપણ વ્યક્તિ પોતાની મિલકત ભાડે આપે તો તે અંગેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવી તે પ્રકારનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ તેની અમલવારી કરવામાં આવતી ન હોય તેવું જોવા મળી રહ્યું છે દરમિયાન મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વિશાલ ફર્નિચરની પાછળના ભાગમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં પ્રવીણભાઈ બલૂભાઈ જાદવ જાતે ભરવાડ (૩૫)એ ઓરડિઓ બનાવી હતી અને તેની ઓરડી અલગ અલગ પરપ્રાંતીય વ્યક્તિઓને ભાડે આપેલ છે જેની સબંધીત પોલીસ કચેરીમાં જાણ કરેલ ન હતી જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા કલેકટરના જાહેરનામા ભંગ સબબ પ્રવીણભાઈ બલુભાઈ જાદવ સામે ગુનો નોંધીને પોલીસે તેની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

એક બોટલ દારૂ

મોરબીમાં લાતી પ્લોટ શેરી નં-૬ પાછળની શેરીમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૧૦૦૦  ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને અફઝલ અજીતભાઈ ચૌહાણ જાતે જંગરી મુસ્લિમ (૨૪) રહે. લાટી પ્લોટ શેરી નં-૮ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News