મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની ૪૩૨ બોટલ સાથે બાળ કિશોર મળ્યો !, બે બુટલેગરોની શોધખોળ


SHARE







મોરબીમાં દારૂની ૪૩૨ બોટલ સાથે બાળ કિશોર મળ્યો !, બે બુટલેગરોની શોધખોળ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં સાવરનું તળાવ આવેલું છે જેના કાંઠે દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને દારૂની ૪૩૨ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧,૬૪,૩૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્યાં સ્થળ ઉપરથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર મળી આવતા પોલીસે તેને હસ્તગત કર્યો હતો અને બે બુટલેગરના નામ સામે આવ્યા હોય પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં લાતી પ્લોટમાં આવેલ સાવરના તળાવ પાસે દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૪૩૨ બોટલો સ્થળ ઉપરથી મળી આવી હતી જેથી કરીને પોલીસે ,૬૪,૩૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે જ્યારે દારૂની રેડ કરી ત્યારે સ્થળ ઉપરથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર મળી આવતા પોલીસે તેને હસ્તગત કર્યો હતો અને જોકે મહમદ ઉર્ફે કારો હાજીભાઈ મુસાણી રહે. મકરાણીવાસ મોરબી તથા અલ્તાફ હાજીભાઈ ખોડ રહે. લાતી પ્લોટ શેરી નં-૮ ગેસના ગોડાઉન પાસે મોરબી વાળાના નામ સામે આવ્યા હોય પોલીસે તે બંને શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે અને આ અંગેની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના આર.પી. રાણા ચલાવી રહ્યા છે






Latest News