ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં કામ ધંધો ન કરતા પુત્રને પિતાએ ઠપકો દેતા પુત્રએ ભર્યું અંતિમ પગલું


SHARE











મોરબીમાં કામ ધંધો ન કરતા પુત્રને પિતાએ ઠપકો દેતા પુત્રએ ભર્યું અંતિમ પગલું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારનો યુવાન કોઈ કામ ધંધો ન કરતો હોવાથી તેના પિતાએ તેને કામ ધંધો કરવા માટે સામાન્ય ઠપકો આપ્યો હતો જે બાબતનું મનોમન લાગી આવતા યુવાને તેના ઘરમાં પંખા સાથે સાડી વડે ફાંસો ખાઈ લીધો હતો.જેના પગલે તેનું મોત નીપજત્તા હાલ બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરેલ છે.

આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ મહેન્દ્રનગર ગામના ઇન્દિરાનગરમાં આવેલા ભક્તિનગર વિસ્તારમાં રહેતો અને મૂળ માળિયાના ગુણવંતભાઈ જીવરાજભાઈ પરમાર (ઉમર ૨૨) નામના યુવાને આજે તા.૧૫ ના રોજ રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં તેના ઘરે પંખા સાથે સાડી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નિપજયુ હતુ.ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડાયુ હોય ત્યાંથી બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી.જેમાં ખુલ્યું હતું કે મૃતક ગુણવંત પરમાર કોઈ કામ ધંધો કરતો ન હોવાના લીધે તેના પિતાએ તેને કામ ધંધો કરવા માટે સામાન્ય ઠપકો આપ્યો હતો.જે વાતનું મનોમન લાગી આવતા તેણે પંખા સાથે સાડી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નીપજતા મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.હાલ આ બનાવ અંગે નોંધ આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના એલ.આર.ચૌહાણ દ્વારા આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા વર્ધમાનનગર વિસ્તારમાં રહેતો દિપક પ્રાગજીભાઈ નામનો ૪૪ વર્ષનો યુવાન તા.૧૩ ના રોજ રાત્રિના નવેક વાગ્યાના અરસામાં મોરબીના પાડા પુલ ઉપરથી તેનું બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક પાડાપુલે સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં તેને ઇજાઓ થતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.ત્યાંથી આ બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરાયેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વીસીપરા નજીક આવેલા યમુનાનગર વિસ્તારમાં રહેતા માવજીભાઈ ઉર્ફે મહેન્દ્ર પરબતભાઈ ડાંગર જાતે આહિર નામના ૪૦ વર્ષના યુવાનને તા.૧૪ ના રાત્રીના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.જેથી કરીને બીટ જમાદાર પ્રફુલભાઈ પરમાર દ્વારા નોંધ કરીને મારામારીના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરાઈ હતી.જેમાં સામે આવ્યું હતું કે સામેવાળાએ મહેન્દ્રભાઈને તેના નામે લોન લઈ દેવા માટે કહ્યું હતું જે બાબતે મહેન્દ્રભાઈએ પોતાના નામે લોન લઇ આપવાની ના પાડતા સામેવાળાને તેને માર માર્યો હતો..!






Latest News