મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના વસુંધરા ગામે ચક્કર આવતા પડી જવાથી બેભાન થઈ ગયેલ મહિલાનું મોત


SHARE







વાંકાનેરના વસુંધરા ગામે ચક્કર આવતા પડી જવાથી બેભાન થઈ ગયેલ મહિલાનું મોત

વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા મહિલાને ચક્કર આવતા પડી ગયા હતા જેથી કરીને તે બેભાન થઈ ગયા હતા અને તેને બેભાન હાલતમાં હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા નીરૂબેન રેવાભાઇ લાંબરીયા જાતે ભરવાડ (૪૦) પોતે પોતાના ઘરે હતા ત્યારે ચક્કર આવતા પડી ગયા હતા અને ત્યારબાદ બેભાને થઈ ગયા હતા જેથી કરીને તેને બેભાન હાલતમાં તેને સારવાર માટે કુવાડવા સીએચસી સેન્ટર ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલા સારવારમાં

મોરબીના નીચે માંડલ ગામ પાસે કામગીરી દરમિયાન લોડર મશીનની ટક્કર લાગતા આશાબેન નેરસિંગભાઈ વસુનીયા જાતે આદિવાસી (૨૨) નામની મહિલાને બંને પગમાં ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

માર મારીમાં ઇજા

મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ વોગા સેનેટરી નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને કામ કરતા સંજયભાઈ ધુલાભાઈ મીયાત્રા જાતે અનુ. જાતિ (૨૯) તથા સુનિલભાઈ રતિલાલ રાઠોડ (૨૨) ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે






Latest News