વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીની સમાપન સમારોહ યોજાયો


SHARE







મોરબી જીલ્લામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીની સમાપન સમારોહ યોજાયો

મોરબીની ન્યુ એલ.ઇ. કોલેજ ખાતે વન્યપ્રાણી સપ્તાહ સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધ્યક્ષ સ્થાને નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન (I.F.S.) હાજર રહ્યા હતા તેમજ મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, એલ.ઇ.કોલેજના પ્રિન્સીપાલ એસ.એન.પંડ્યા તથા મયુર નેચર ક્લબના પ્રમુખ એમ,જી. મારૂતી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એલ.ઇ.કોલેજના પ્રિન્સિપાલ એસ.એન.પંડ્યાપ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું અને મોરબી વન વિભાગના વડા ચિરાગ અમીન ( I.F.S. ) દ્વારા મોરબી જીલ્લાની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતી અને તેને કારણે કુદરતી મળેલ જૈવ વૈવિધ્યતાની પ્રાથમિક માહિતી આપી હતી સાથે સાથે કોરોના જેવી ઝુનોટીક બિમારીઓના ઉદભવ પણ વન્યજીવોના અસ્તિત્વ પર તોળાઇ રહેલા ખતરાના કારણરૂપ છે તેમ જણાવ્યું હતુ તઓએ તેમના વ્યક્તવ્યમાં પ્રધાનમંત્રી દ્વારા વન્યજીવોના સંરક્ષણ અર્થે પાઠવેલ સંદેશનુ વાંચન કર્યુ હતુ  ત્યારબાદ વન્યપ્રાણી સપ્તાહ દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓની વિજેતા બાળાઓને મહેમાનોના વરદહસ્તે સ્મૃતિચિન્હ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા




Latest News