વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારોએ કાશ્મીરમાં કરવામાં આવેલ શિક્ષકોની હત્યાના વિરોધમાં આપ્યું આવેદનપત્ર


SHARE







મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારોએ કાશ્મીરમાં કરવામાં આવેલ શિક્ષકોની હત્યાના વિરોધમાં આપ્યું આવેદનપત્ર

મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારોએ આજે અધિક કલેકટર એન.કે.મુછારને રૂબરૂ મળીને કાશ્મીરમાં કરવામાં આવેલ શિક્ષકોની હત્યાના વિરોધમાં આવેદનપત્ર આપવામાં અવાયું છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, ૭/૧૦ ને ગુરૂવારે સવારે ૧૧:૧૫ કલાકે આતંકવાદીઓ સંગમ ઇદગાહ ખાતે આવેલી સરકારી કુમાર શાળામાં ઘૂસી ગયા હતા ત્યાં કરેલ ગોળીબારમાં અલચી બાગ વિસ્તારમાં રહેતા શિક્ષક સુપિન્દર કૌર અને મૂળ જમ્મુના રહેવાસી શિક્ષક દીપકચંદના મોત થયા હતાં

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા પછી કાશ્મીર ખીણમાં તાજેતરમાં જ 'ધ રેસિસ્ટન્સ ફૉસ' ઊભરી આવી છે, આ જ સમયમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ નો એક ખતરનાક ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે, આતંકીઓ એ હવે મોટા હુમલા કરવાના બદલે નિશાન બનાવીને નાગરિકોની હત્યા કરવાનું શરૂ કર્યું છે. સમાજનું ઘડતર કરી રાષ્ટ્રીય ચારિત્ર્ય નિર્માણ કરી રહેલા શિક્ષકો ઉપરના હુમલા ને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય દ્વારા  વખોડી કાઢવામાં આવે છે, અને જલ્દી આતંકવાદીઓને પકડી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરે છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સૌ શિક્ષક પરિવાર વતી મૃતક શિક્ષકોના આત્માને શાંતિ મળે તથા એમના પરિવાર જનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી અને મોરબીમાં દિનેશભાઈ ડી.વડસોલા અને સંદીપભાઈ લોરીયાએ અધિક કલેકટર એન.કે.મુછારને આવેદનપત્ર આપ્યું હતું 




Latest News