વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

વાંકાનેરના દીવાનપરા વિસ્તારમાં નિયમિત પાણી પહોચડવામાં ભાજપના સભ્યો અસમર્થ !


SHARE







વાંકાનેરના દીવાનપરા વિસ્તારમાં નિયમિત પાણી પહોચડવામાં ભાજપના સભ્યો અસમર્થ !

વાંકાનેરના દીવાનપરા વિસ્તારની અંદર પીવાનું પાણી નિયમિત મળતું ન હોવાથી મહિલાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી કરીને આ મુદ્દે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં માટે મહિલો ગઈ હતી જો કે, પાલિકામાં કોઈ જવાબદાર વ્યકતી હાજર ન હોવાથી આ મુદે સ્થાનિક ચૂંટાયેલા ભાજપના સભ્યોને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મહિલાઓને સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને દીવાનપરા વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પહોચડવામાં ભાજપના ચૂંટાયેલા સભ્યો અસમર્થ હોય તેવો ઘાટ હાલમાં વાંકાનેરમાં સર્જાયો છે

છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે વાંકાનેર શહેરને બારે મહિના પાણી પુરૂ પાડતો મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે તેમ છતાં પણ આજની તરીકે વાંકાનેરના કેટલાક વિસ્તારોની અંદર પીવાનું પાણી મળતું નથી જેથી કરીને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આજે વાંકાનેર નગરપાલિકાના વિસ્તારમાં આવતા દિવાનપરા વિસ્તારમાં રહેતા ઠાકરાણી રાજેશ્રીબેન મેહુલભાઈની આગેવાનીમાં સ્થાનિક લોકો વાંકાનેર નગરપાલિકા ખાતે પાણીની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ચીફ ઓફિસર કે પ્રમુખ કચેરીમાં હાજર ન હતા જેથી કરીને આ મુદ્દે રજૂઆત કરવા માટે મહિલાઓ સ્થાનિક ચૂંટાયેલા ભાજપના સભ્ય રમેશભાઈ વોરા તેમજ ભાજપના આગેવાન જીતુભાઇ સોમાણી પાસે પહોંચી હતી

વાંકાનેર પાલિકાની ચૂંટણી બાદ દીવાનપરા વિસ્તારની અંદર મહિલાઓને નિયમિત રીતે પાણી મળતું નથી જેથી કરીને પારાવાર મુશ્કેલીઓનો સામનો મહિલાઓને કરવો પડે છે અને કોઈના ઘરે જો બોર હોય તો ત્યાં પાણી ભરવા માટે આજીજી કરવી પડતી હોય છે એક બાજુ વાંકાનેર પાલિકા વિસ્તારની અંદર પીવાનું બારે મહિના પૂરું પાડતો મચ્છુ-૧ ડેમ ઓવરફ્લો થયો છે અને બીજી બાજુ વાંકાનેરના લોકોને પાણી માટે વલખાં મારવા પડ્યા છે ત્યારે મહિલાઓની પાણી સહિતની પ્રાથમિક સમસ્યાઓ માટેની રજૂઆતને સાંભળવા માટે વાંકાનેર પાલિકામાં પ્રમુખ કે અધિકારી હાજર ન હોવાથી ચૂંટાયેલા સભ્ય અને ભાજપના આગેવાનોને રજૂઆત કરી હતી જો કે, હાલમાં વાંકાનેર નગરપાલિકામાં ભાજપમાંથી બળવો કરનારા સત્તા ઉપર છે ત્યારે ભાજપના ચૂંટાયેલા સભ્યોના પણ કામગીરી કરાવવા માટે હાથ ટૂંકા પડી રહ્યા હોય તેવો ઘાટ વાંકાનેર શહેરની અંદર જોવા મળી રહ્યો છે




Latest News