વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે બહુમાળીમાંથી નીચે પટકાયેલા યુવાનનું મોત


SHARE







મોરબીના લીલાપર રોડે બહુમાળીમાંથી નીચે પટકાયેલા યુવાનનું મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાનની સામેના ભાગમાં આવેલ બહુમાળીમાં ઉપલા માળેથી નીચે પટકાયેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાનના પિતાએ આ અંગે જાણ મોરબી સિટી એ ડિવિઝનને કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ વિદ્યુત સ્મશાનની સામેના ભાગમાં ઓમકાર રેસીડેન્સીમાં બી બ્લોકમાં જાવેદ અખ્તરભાઈ બ્લોચ (ઉંમર ૨૬) નામનો યુવાન બહુમાળીમા ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને તેને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને આ ઘટના અંગે મૃતક જાવેદના પિતા અખ્તરભાઈ ઈબ્રાહીમ બ્લોચે મોરબી ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી અને ત્યારબાદ યુવાનના મૃતદેહને સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં પોલીસે બનાવની નોંધા કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News