મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં મુદતે આવેલ યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીની કોર્ટમાં મુદતે આવેલ યુવાનને બે શખ્સોએ માર માર્યો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ લાલબાગ ખાતે કોર્ટમાં મુદત હોવાથી આવેલ યુવાનને બે શખ્સો દ્વારા કોર્ટના કમ્પાઉન્ડમાં ઝપાઝપી કરીને ઢિકા પાટુ મારીને ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામના રહેવાસી શૈલેષભાઈ નાગજીભાઈ સરવૈયા જાતે કોળી (૪૨) એ હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશ કાળુભાઈ ડાંગર અને કાળુભાઈ સુરાભાઈ ડાંગર રહે બંને ગજડી તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે કોર્ટમાં આરોપીઓની સામે ચાલતા કેસ બાબતે મુદત હોવાથી આવ્યો હતો અને ત્યારે લાલબાગમાં આવેલ કોર્ટના કમ્પાઉન્ડમાં આરોપીઓએ તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી ત્યારબાદ તેને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી કરીને ઈજા પામેલ શૈલેષભાઈને સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા અને ત્યારબાદ તેણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

હળવદ તાલુકાના રાતાભેર ગામે પાણીના ટાંકા પાસે રહેતા દિનેશભાઈ પ્રભુભાઈ સિહોરા (૩૦) નામના યુવાને કોઈ કારણોસર પોતાની જાતે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી જોકે આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરેલ છે






Latest News